Sunday, 22 December, 2024

નૈહરવા હમકા ન ભાવે

316 Views
Share :
નૈહરવા હમકા ન ભાવે

નૈહરવા હમકા ન ભાવે

316 Views

નૈહરવા હમ કા ન ભાવે, ન ભાવે રે

સાંઈ કી નગરી પરમ અતિ સુંદર, જહાં કોઈ જાએ ના આવે,
ચાંદ સૂરજ જહાં, પવન ન પાની, કોન સંદેશ પહૂંચાવે,
દરદ યહ સાંઈ કો સુનાવે … નૈહરવા

આગે ચલું પંથ નહીં સૂઝે, પીછે દોષ લગાવૈ,
કેહિ બિધિ સસુરે જાઉં મોરી સજની, બિરહા જોર જરાવે,
વિષય રસ નાચ નચાવે …. નૈહરવા

બિન સતગુરુ અપનો નહીં કોઈ, જો યહ રાહ બતાવૈ,
કહત કબીર સુનો ભાઈ સાધો, સપને મેં પ્રીતમ આવે,
તપન યહ જિયા કી બુઝાવૈ … નૈહરવા.

 – સંત કબીર

પ્રસ્તુત પદમાં કબીર સાહેબ પરમાત્માથી વિખૂટા પડેલ જીવની વ્યથાને વાચા આપે છે. નૈહરવાનો અર્થ હિંદીમાં પિયર કે પિતાનું ઘર થાય છે. પરમાત્માની નગરી અતિ સુંદર છે, પણ ત્યાં ગયા પછી કોઈ આવી શકતું નથી. ત્યાં ચંદ્ર કે સૂરજ પહોંચી શકતા કે નથી પવન કે પાણી ત્યાં સંદેશ પહોંચાડી શકતા. એના વિવિધ અર્થ કાઢી શકાય – એમ કહી શકાય કે સદેહે ત્યાં જવું અશક્ય છે (કારણ શરીર પંચ ભૂતોનો બનેલ છે અને પવન, પાણી, પૃથ્વી કે તેજ દ્વારા ત્યાં જઈ શકાતું નથી) અથવા તો જીવ પોતાના પુરુષાર્થથી ત્યાં જઈ શકતો નથી તે માટે ગુરુની જરૂર પડે છે.
વળી જીવની દુવિધા એક પરીણિતા સ્ત્રી જેવી છે, જે ગમતું હોવા છતાં ન તો પિયરમાં રહી શકે છે કે ન તો પોતાના પતિના ઘરે ઈચ્છાથી જવા માગે છે. એટલે કે જીવની ઈચ્છા પરમાત્મા તરફ જવાની હોવા છતાં વિષયોનો રસ એના મનને ખેંચે છે, ઈશ્વર તરફ જતાં રોકે છે.
અંતે કબીર સાહેબ પરમાત્માની લગનીની તીવ્રતા બતાવતા કહે છે કે સ્વપ્નમાં પણ પરમાત્મા આવે છે. અંતરમાં લાગેલ પરમાત્મદર્શનની આ પ્યાસને કોણ બુઝાવે ? આ સ્થિતિમાં તો કેવળ એક સદગુરુ જ એવા છે જે પરમાત્મા સુધી જવાનો રસ્તો બતાવી શકે.

English

Naiharwa humka na bhave, na bhave.

Sai ki nagari param ati sundar, Yaha koi jaave na aawe
Chand suraj yaha, pawan na pani, ko sandes pahuchave
Darad yaha Sai ko sunave … Naiharwa.

Aage chalau panth nahi sujhe, Peeche dosh lagave
Kehi bidhi sasure jaoo mori sajni, Birha jor jarave
Vishay Ras naach nachave … Naiharwa.
 
Bin Satguru aapno nahi koi, Jo yeha raah batave
Kahat Kabira suno bhai sadho, Sapne me preetam aave
Tapan yaha Jeeya ki bujhave … Naiharwa.

 Hindi

नैहरवा हम का न भावे, न भावे रे ।

साई कि नगरी परम अति सुन्दर, जहाँ कोई जाए ना आवे ।
चाँद सुरज जहाँ, पवन न पानी, कौ संदेस पहुँचावै ।
दरद यह साई को सुनावै … नैहरवा

आगे चालौ पंथ नहीं सूझे, पीछे दोष लगावै ।
केहि बिधि ससुरे जाऊँ मोरी सजनी, बिरहा जोर जरावे ।
विषै रस नाच नचावे … नैहरवा

बिन सतगुरु अपनों नहिं कोई, जो यह राह बतावे ।
कहत कबीर सुनो भाई साधो, सपने में प्रीतम आवे ।
तपन यह जिया की बुझावे … नैहरवा

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *