Sunday, 22 December, 2024

Nanavati Re Sajan Lyrics in Gujarati

177 Views
Share :
Nanavati Re Sajan Lyrics in Gujarati

Nanavati Re Sajan Lyrics in Gujarati

177 Views

નાણાવટી રે સાજન બેઠુ માંડવે,
લાખોપતિ રે સાજન બેઠુ માંડવે;

જેવી ફૂલાડીયાની વાળી,
એવી ગુલાબ વહુની માડી;
નાણાવટી રે સાજન બેઠુ માંડવે,
લાખોપતિ રે સાજન બેઠુ માંડવે;

જેવા ભરસભાના રાજા,
એવા પ્રિયાબેનીના દાદા;
નાણાવટી રે સાજન બેઠુ માંડવે,
લાખોપતિ રે સાજન બેઠુ માંડવે;

જેવા હીરમાં જડેલા હીરા,
એવા પ્રિયાબેનીના વીરા;
નાણાવટી રે સાજન બેઠુ માંડવે,
લાખોપતિ રે સાજન બેઠુ માંડવે;

જેવા આભમાં છે ચાંદામામા,
એવા ગુલાબ વહુના મામા;
નાણાવટી રે સાજન બેઠુ માંડવે,
લાખોપતિ રે સાજન બેઠુ માંડવે;

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *