Thursday, 19 September, 2024

નંદલાલ નહિ રે આવું

344 Views
Share :
નંદલાલ નહિ રે આવું

નંદલાલ નહિ રે આવું

344 Views

નંદલાલ નહિ રે આવું, ઘરે કામ છે,
તુલસીની માળામાં શ્યામ છે;
વૃંદા તે વનને મારગ જાતાં,
રાધા ગોરી ને કાન શ્યામ છે … નંદલાલ.

વૃંદા તે વનમાં રાસ રચ્યો છે,
સહસ્ત્ર ગોપી ને એક કહાન છે;
વૃંદા તે વનને મારગ જાતાં,
દાણ આપ્યાની ઘણી હામ છે … નંદલાલ.

વૃંદા તે વનની કુંજ ગલીમાં,
ઘેર ઘેર ગોપીઓનાં ઠામ છે;
આણી તીરે ગંગા પેલી તીરે જમુના,
વચમાં ગોકુળિયું ગામ છે … નંદલાલ.

ગામનાં વલોણાં મારે મહીનાં વલોણાં,
મહીડાં ઘૂમ્યાની ઘણી હામ છે;
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
ચરણકમળ સુખધામ છે … નંદલાલ.

– મીરાંબાઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *