Monday, 23 December, 2024

Nanpan No Nedlo Lyrics in Gujarati

191 Views
Share :
Nanpan No Nedlo Lyrics in Gujarati

Nanpan No Nedlo Lyrics in Gujarati

191 Views

હો વાલીડા ,કેમ ભુલું તને વાલમિયા
હો …હો …વાલીડા નથી ભુલી તને વાલમિયા

હો મને નાનપણમાં નેડલો
કે મને નાનપણમાં નેડલો લગાડી પાતલડી
ભુલી ગઈ માલણ મારા પ્રેમને
હા મારા હૈયે પડ્યા આજ હેતના ઉઝરડા
ભુલી ગઈ માલણ મારા પ્રેમને

હો નથી ભુલી તને મારા સાયબા
તારી છું ને તારી રહીશ વાલમાં
હો મારા દિલનો ધબકારો
કે મારા દિલનો ધબકારો થઈ ધબકતા મારા રૂદિયાની રાણી
ભુલી ગઈ માલણ મારા પ્રેમને
આ …ભુલી ગઈ માલણ મારા પ્રેમને

હો વાલમ તારો નેહડો નદીના કિનારે
મળવા તને આવતી દૂધ લેવાના બહાને
હો હો સાત જનમ ભેળા રહીશું કોલ રે દીધાતાં
જુદા નહીં પડ્યે તમે એવું રે કેતા તા
હો મજબુર થઈને આવી છું શહેરમાં
દિલ મારૂં ધડકે તારા ગોમમાં
એ જુરી જુરીને જાય છે
હા જુરી જુરીને જાય છે જિંદગી આ મારી માલણ
ભુલી ગઈ માલણ મારા પ્રેમને
આ …ભુલી ગઈ માલણ મારા પ્રેમને

હો દિવસ લગે દોહેલાંને વેરણ કાળી રાતો
કોને જઈ કહું મારા દલડાની વાતો
હો …હો …વિખુટા પડ્યા અને વિત્યા ઘણા વર્ષો
રોમ મારો જાણે હવે પાછા ક્યારે વળશો
હો જુદાઈની સજા હું તો કાપું વાલમા
તારા સિવાય નથી કોઈ મારા મનમાં
હો તારા આવવાની રાહ જોઈ
તારા આવવાની રાહ જોઈ બેઠો પાતલડી
ભુલી ગઈ માલણ મારા પ્રેમને
હો નથી ભુલી સાયબા હું તો તમને
આ ભુલી ગઈ માલણ મારા પ્રેમને
હો આવીને લઈ જાવો મને પાછી ગોમડે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *