Monday, 23 December, 2024

Nasila Nain Lyrics in Gujarati

134 Views
Share :
Nasila Nain Lyrics in Gujarati

Nasila Nain Lyrics in Gujarati

134 Views

હે નસીલા નેણ નથી જોતો
હે તારા રંગ રૂપને નથી મોહતો
હે નસીલા નેણ નથી જોતો
હે તારા રંગ રૂપને નથી મોહતો
તને પ્રેમ ભરી નજરે જોતો
એ જાનુ મારી પ્રેમ ભરી નજરે જોતો

હે મને મારા દિલપર કાબુ નથી રે
તને જોયા વગર રેવાતુ નથી રે
હે તને જોઈ ને મનમાં હરખાતો
હે તને જોઈ ને મનમાં હરખાતો
મને હોમભળવી ગમે તારી વાતો
તને પ્રેમ ભરી નજરે જોતો
જાનુડી મારી પ્રેમ ભરી હું નજરે જોતો

હે લચક મચક કેડ તારી લાગે સોહામણી
કોના જોડે કરુ તારી હરખોમણી
હો હો મારા મલકની ઢળકતી ઢેલડી
ઘેરદાર ઘાઘરો ને પગમાં છે મોજડી
હે ગોરા ગોરા ગાલ તારા ગુલાબની પોનખડી
કાજલ ઘેરાયેલી જાનુ તારી ઓનખડી
હે તને દોઢી નજરે જાનુ જોતો
હે તને આડી  નજરે જાનુ જોતો
તું જોવે તો હું શરમાતો
તને પ્રેમ ભરી નજરે જોતો
જાનુડી મારી પ્રેમ ભરી નજરે જોતો

હો લજોમણીના છોડ જેમ તુંતો શરમાઈ છે  
હાથ લગાડું ફૂલ જેમ કરમાઈ છે
હો હો જોઈ તને દૂરથી ગોંડી હૈયું હરખાય છે
પહે આવું તો મને જમ ત્યમ થાઈ છે
હે આજ તને દિલની વાત કરવી છે મારે
જવાબ આપી દયો જાનુ કરવું શું તારે
હે નસીલા નેણ નથી જોતો
હે નસીલા નેણ નથી જોતો
તારા રંગ રૂપને નથી મોહતો
હૂતો પ્રેમ ભરી નજરે તને જોતો જાનુડી મારી
જાનુડી મારી રેમ ભરી નજરે તને જોતો
દિકુડી મારી રેમ ભરી નજરે તને જોતો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *