Tuesday, 2 September, 2025

Navrat Lyrics in Gujarati

168 Views
Share :
Navrat Lyrics in Gujarati

Navrat Lyrics in Gujarati

168 Views

નવલી નવરાત માં સૈયરો સાથ મા
વાગે પાયલ માં નો છમ છમ છમ
પગે પાયલ માં તાલી ના તાલ મા
વાગે ઘુઘરીયુ ઘમ ઘમ ઘમ ઘમ
ઢોલી નો ઢોલ વાગે આખું અંબર ગાજે
ધુજે આ ધરણી ધમ ધમ ધમ ધમ
ગબ્બર માં વાગે ઘૂઘરા રે પાવાગઢ માં વાગે ઢોલ જો
ગબ્બર માં વાગે ઘૂઘરા રે પાવાગઢ માં વાગે ઢોલ જો

અંબર નું ઓઢણું ઓઢીને ચોક મા
રમવા આવી જગ જનની અંબા
સજી શણગાર ને બહુચર બીરધારી
ચાચર માં આવી પાવાગઢ વાળી
પટોળે રૂડી ભાતો નવ નોરતા ની રાતો
ધરણી ધુજાવતી ધમ ધમ ધમ ધમ
ગબ્બર માં વાગે ઘૂઘરા રે પાવાગઢ માં વાગે ઢોલ જો
ગબ્બર માં વાગે ઘૂઘરા રે પાવાગઢ માં વાગે ઢોલ જો

આવી આશાપુરા રવરાય રવેચી
મોમાઈ મોગલ ને આજબ ઉમાજી
બોર્ડર ની બરવાળી નંદેશ્વરી હિંગળાજ
હરસધ ભવાની રમે ગરબે આજ
ખમકે ખોડલ માંડી ચંડી ચામુંડ માંડી
મનુ કે આવી માંડી રૂમ ઝુમ રૂમ ઝુમ
ગબ્બર માં વાગે ઘૂઘરા રે પાવાગઢ માં વાગે ઢોલ જો
ગબ્બર માં વાગે ઘૂઘરા રે પાવાગઢ માં વાગે ઢોલ જો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *