Thursday, 30 May, 2024

Navratri 2023- ઘટસ્થાપન / કળશ વિશે માહિતી

265 Views
Share :
Navratri 2023- ઘટસ્થાપન / કળશ વિશે માહિતી

Navratri 2023- ઘટસ્થાપન / કળશ વિશે માહિતી

265 Views

ઘટસ્થાપન / કળશ સ્થાપના માટે સામગ્રી

 • મા દુર્ગાનો ફોટો
 • સિંદૂર, કેસર
 • લાલ કપડો 
 • બાજોટ 
 • એક ઘડો (કુંભ) કે પાત્ર કે પાત્ર
 • ઘડામાં ગંગાજળ મિશ્રિત જળ
 • ઘડા કે પાત્ર પર લાલ દોરાથી ૐ હ્રી ક્લી ચામુંડાહે વિચ્ચે લખો કે ૐ હ્રીં શ્રી ૐ લખો.
 • ઘડા પર લાલ દોરો બાંધો. આ પાંચ સાત કે નવ વાર લપેટો
 • ઘડા પર લાલ દોરાને ગાંઠ ન બાંધશો
 • ઘડા પર લપેટાયેલો લાલ દોરો જો લાલ અને પીળો મિક્સ હોય તો સારુ રહેશે.
 • જવ
 • કાળા તલ
 • પીળી સરસવ
 • એક સોપારી
 • તીન લવિંગની જોડી (એટલે કે 6 લવિંગ)
 • એક સિક્કો
 • કેરીના પાન અથવા આસોપાલવના પાન (નવ)
 • – નારિયેળ (નારિયળ પર ચુંદડી લપેટો)
 • એક પાન

નવરાત્રી ઘટ સ્થાપના વિધિ 2023

શારદીય નવરાત્રિમાં માતાજીની આરાધનાનો સમય હોય છે. કોઈપણ કાર્ય કરવા માટે કળશ સ્થાપના જરૂરી છે. આ સમસ્ત દેવી-દેવતાઓનુ આહ્વાન છે કે તમે તમારા કાર્યને સિદ્ધ કરો અને આપણા ઘરમાં વિરાજમાન હોય તેથી કળશ સ્થાપનામાં વિલંબ ન કરવો જોઈએ અને સમયનુસાર કળશ સ્થાપના કરી દેવી જોઈએ. નવરાત્રિમાં તો તેનુ અત્યંત મહત્વ છે.

તેથી કળશ સ્થાપનામાં વિલંબ ન કરવો જોઈએ અને સમયમુજબ કળશ સ્થાપના કરી દેવી જોઈએ. નવરાત્રિમાં તો તેનુ અત્યંત મહત્વ છે. આવો આજે અમે તમને બતાવી રહ્યા છીએ કે કેવી રીતે કરવી જોઈએ કળશ સ્થાપના.

ઘટ સ્થાપનાની વિધિ 

– તમારા આસન નીચો થોડુ પાણી અને ચોખા નાખીને જમીન શુદ્ધ કરી લો.

– ત્યારબાદ ભગવાન ગણપતિનુ ધ્યાન કરો. પછી શંકરજીનુ વિષ્ણુજીનુ. વરુણજીનુ અને નવગ્રહનુ

– આહવાન પછી મા દુર્ગાની સ્તુતિ કરો. જો કોઈ મંત્ર યાદ નથી તો દુર્ગા ચાલીસા વાંચો. જો એ પણ યાદ ન હોય તો ૐ દુર્ગાયે નમ: નો જાપ કરો

– ધ્યાન રહે કે કળશ સ્થાપનામાં આખો પરિવાર હાજર હોય. ૐ દુર્ગયે

નમ: નવરાત્રિ નમો

નમ: અને જોરથી ઉચ્ચારણ કરતા કળશ સ્થાપિત કરો.

– જે સ્થાન પર કળશ સ્થાપિત કરો ત્યા થોડા આખા ચોખા મુકી દો. જગ્યા સ્વચ્છ હોવી જોઈએ.

– કુંભ કે પાત્ર પર આસોપાલવના પત્તાથી સજાવી દો.

– પહેલા જળમાં ચોખા પછી કાળા તલ લવિંગ પછી પીળી સરસવ અને પછી જવ પછી સોપારી અને સિક્કો નાખો

– હવે નારિયળ લો તેના પર ચુંદડી બાંધો. પાન લગાવો અને દોરો પાંચ કે સાત વાર લપેટો.

– નારિયળને હાથમાં લઈને માથા પર લગાવો અને માતાની જયકારા લગાવતા નારિયળને કળશ પર સ્થાપિત કરી દો.

– કળશ સ્થાપના માટે મંત્ર આ પ્રકારનો છે..

નમોસ્તેસ્તુ મહારૌદ્રે મહાઘોર પરાક્રમે

મહાબલે મહોત્સાહિ મહાભય વિનાશિની

કે

ૐ શ્રી ૐ

– કળશ સ્થાપના પર ધ્યાન રાખો.

– રોજ કળશની પૂજા કરો. દરેક નવરાત્રિની એક બિંદિ કળશ પર લગાવતા રહો

– જો કોઈ દિવસે બે નવરાત્રિ હોય તો બે બિંદી (લાલ કંકુની) લગાવતા રહો

– કળશની પૂજા દરરોજ કરતા રહો અને આરતી પણ કરો.

કેવી રીતે કરીએ ઘટસ્થાપના

પહેલા દિવસે માતા દુર્ગાની મૂર્તિ અને ઘટ સ્થાપના કરવામાં આવે છે. ત્યારબાદ જ નવરાત્રિનો ઉત્સવ ઉજવવાની શરૂઆત થાય છે. માતા દુર્ગા અને ઘટ સ્થાપનાની વિધિ તેમજ શુભ મુહુર્ત આ મુજબનું છે. 

સૌ પ્રથમ એક બાજટ પર પવિત્ર સ્થાનની માટીથી બનાવેલ કળશ અથવા તમારી શક્તિ મુજબ બનાવેલ સોના, તાંબા કળશને સ્થાપિત કરો તેમા જવ, ઘઉં નાખો અને તેને બાજટ પર વિધિપૂર્વક સ્થાપિત કરો. 

કળશ પર સોના, ચા6દી, તાંબા, માટી, પત્થર કે માતાજીના ફોટાની સ્થાપના કરો. મૂર્તિ જો કાચી માટી અથવા કાગળની હોય તો સ્નાન વગેરેથી તે ખરાબ જાય તેમ હોય તો તેની પર કાચ લગાવી દો. મૂર્તિ ન 

હોય મૂર્તિ ન હોય તો બાજોઠની વચ્ચે ગરબાની સ્થાપના કરો, તેમાં અખંડ જ્યોત રહે તે રીતે દીવાની વ્યવસ્થા કરો, કારણ કે આ જ્યોત ને આપણા શાસ્ત્રોમાં મહાશક્તિ નું પ્રતિક માનીને પૂજન કરવાનું વિધાન છે. 

આ ગરબા પછળની ભીંત પર સ્વસ્તિક કરો. ગરબા પર ફૂલ, કંકુ, ચોખા ચઢાવો. 

નવરાત્રિ વ્રતની શરૂઆતમાં સ્વસ્તિક વાંચન, શાંતિપાઠ કરીને સંકલ્પ કરો. સૌ પ્રથમ ભગવાન શ્રી ગણેશની પૂજા કરી માતૃકા, લોકપાલ, નવગ્રહ તથા વરૂણનું સવિધિ પૂજન કરો. માતાની આરાધના અનુષ્ઠાનમાં 

મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીની પૂજા અને માર્કળ્ડેયપુરાણાંતર્ગત વાળો શ્રી દુર્ગાનો પાઠ નવ દિવસ સુધી કરવો જોઈએ. 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *