Sunday, 22 December, 2024

નવરાત્રીના નવ દિવસ ના રંગો વિશે જાણો

515 Views
Share :
નવરાત્રીના નવ દિવસ ના રંગો વિશે જાણો

નવરાત્રીના નવ દિવસ ના રંગો વિશે જાણો

515 Views

નવરાત્રીના નવ રંગ અને દિવસ | Navratri Colors & 9 (Nine) day | Navratri colors 2023

 1 પહેલો દિવસ :

નવરાત્રી નો પહેલો દિવસ માતા શૈલપુત્રી ની આરાધનાનો દિવસ હોય છે. અને માતા શૈલપુત્રી નો મનગમતો રંગ  લાલ માનવામાં આવે છે કેમે કે તે રંગ ઉલ્લાસ અને શક્તિ નો રંગ માનવામાં આવે છે.એટલા માટે પહેલું નોરતા ના દિવસે લાલ રંગ નો ઉપયોગ કરવાથી માતા શૈલપુત્રી પ્રસન્ન થાય છે અને મનોકામના પૂરી કરે છે. 

2 બીજો દિવસ :

નવરાત્રી નો બીજો દિવસ માતા બ્રમ્હાચારિણી ની આરાધના કરવામાં આવે છે. માતા બ્રમ્હાચારિણી કુંડલિની જાગરણ શક્તિ માં વૃદ્ધિ કરે છે. માતા બ્રમ્હાચારિણી ને સૌથી વધારે પ્રિય રંગ પીળો છે. એટલા માં નવરાત્રી ના બીજા દિવસે પીળા રંગ ના વસ્ત્ર પહેરવાથી માતા બ્રમ્હાચારિણી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. 

3 ત્રીજો દિવસ :

નવરાત્રી ના ત્રીજા દિવસે માતા ચંદ્રઘટા ની આરાધના અને પૂજા કરવામાં આવે છે. માતા ચંદ્રઘટા ની આરાધના માં લીલા રંગ નો ઘણો મહત્ત્વ છે. આ દિવસે લીલા રંગ નો ઉપયોગ કરવાથી માતા ચંદ્રઘટા ના આશીર્વાદ અને સુખ શાંતિ ની પ્રાપ્તિ થાય છે. 

4 ચોથો દિવસ :

નવરાત્રી ના ચોથા દિવસે માતા દુર્ગા ની આરાધના કરવામાં આવે છે. જો તને ચોથા દિવસે સિલેટ રંગ નો ઉપયોગ કરશો તો રોગ ને મટાડવામાં અને ધન ની પ્રાપ્તિ થશે. 

5 પાંચમો દિવસ :

નવરાત્રી ના પાંચમો દિવસ સ્કંદમાતા ની આરધન કરવામાં આવે છે. સ્કંદમાતા સૌરમંડળ ની અધિષષ્ઠીત્રી દેવી છે. પાંચમા દિવસે નારંગી રંગ નો પ્રયોગ કરવામાં આવે છે.આ રંગ નો ઉપયોગ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. 

6 છઠ્ઠો દિવસ :

નવરાત્રી નો છઠ્ઠો દિવસએ માં દુર્ગા ની કાત્યાયન રૂપની આરાધના કરવામાં આવે છે.ઋષિ કાત્યાયન ની પુત્રી માતા કાત્યાયની ની સફેદ રંગ પ્રિય છે. જે શાંતિ નો પ્રતિક છે. આ દિવસે સફેદ રંગ નો ઉપયોગ કરવો વિશેષ માનવામાં આવે છે. 

7 સાતમો દિવસ :સપ્તમી 

નવરાત્રી ના સાતમ દિવસે માતા કલરાત્રિ ની આરધન કરવામાં આવે છે. માતા કલરાત્રિ નો મનપસંદ રંગ ગુલાબી છે. માતા દુર્ગા ના માતા કલરાત્રિ રૂપ ની આરાધના માં ગુલાબી રંગ નો વિશેષ મહત્ત્વ છે. આ દિવસે ગુલાબી રંગ ના વસ્ત્ર પહેરી શકો છો. 

8 આઠમો દિવસ : અષ્ટમી 

નવરાત્રી ના આઠમા દિવસે માતા મહાગૌરી ની પૂજા કરવામાં આવે છે.માતા મહાગૌરી ભક્તો ની પ્રશંશા કરે છે,આ દિવસે લાઇટ વાદળી રંગ અથવા વાદળ ના જેવો રંગ નો પ્રયોગ કરી શકો છે. જે એક નિર્લય શાંતિ પ્રદાન કરે છે. 

9 નવમો દિવસ : નવમી 

નવરાત્રી ના નવમા દિવસે માં દુર્ગા ના માતા સિદ્ધીદાત્રી રૂપ ની આરાધના કરવામાં આવે છે.  માતા સિદ્ધીદાત્રી  પૂજા માં તેમે લાઇટ વાદળી રંગ નો ઉપયોગ કરી શકો છો. આ દિવસ ચંદ્રમા ની પૂજા કરવાનો વિશેષ મહત્ત્વ દિકસ માનવામાં આવે છે. 

નવરાત્રી નું મહત્ત્વ | Importance of Navratri

 નવરાત્રી ના નવ દિવસ દરમિયાન માતા દુર્ગા ની અલગ અલગ રૂપ માં નવ દિવસ સુધી પૂજા કરવામાં આવે છે. આમ જોવા જઈએ તો હિન્દુ ધર્મ વર્ષ માં ચાર વખત નવરાત્રી આવે છે પરતું આ શરદ નવરાત્રી ખાસ માનવામાં આવે છે. અને શરદ નવરાત્રી નું મહત્ત્વ પણ ઘણું છે.જાણવામાં આવે છે કે શરદ નવરાત્રી ધર્મ ની અધર્મ પર અને સત્ય ની અસત્ય પર જીત નો પ્રતિક છે. ધાર્મિક માન્યતાના અનુસાર આ જ નવ દિવસ દરમિયાન માતા દુર્ગા ધરતી પર આવે છે અને ધરતી ને તેનું ઘર કહેવામાં આવે છે. તેથી માતા દુર્ગા ના ધરતી પર આવવાની ખુશી માં આ દિવસો માં માતા દુર્ગા નવરાત્રી ઉત્સવ દેશભર માં ધૂમધામ થી માનવવામાં આવે છે. 

નવરાત્રીની પૌરાણિક કથા | Navratri Story

નવરાત્રી મનાવવા પાછળ ની બે પ્રચલત કથા છે 

Story 1 

પહેલી કથા ના અનુસાર મહિશાશૂર નામના રાક્ષક એ તેની તપસ્યા થી બ્રમ્હા જી ને પ્રસન્ન કરી ને વરદાન માંગ્યો હતો કે દુનિયા માં કોઈ પણ દેવ ,દાનવ તેમજ ધરતી પર રહેવા વાળા મનુષ્ય એનો વધ ના કરી શકે. આ વરદાન મહિશાશૂરએ પ્રાપ્ત કર્યા પછી આતંક મચાવવા લાગ્યો હતો. તેના આતંક ને રોકવા માટે શક્તિ ના રૂપ માં દુર્ગા નો જન્મ થયો . માં દુર્ગા તેમજ માહિશાશૂર વચ્ચે 9 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું અને દસમા દિવસ માતા દુર્ગા એ માહિશાશૂર નો વધ કર્યો હતો એટલા માટે આ નવ દિવસ માતા દુર્ગા ની નવ દિવસ અલગ અલગ રૂપ માં આરાધના કરવામાં આવે છે. 

Story 2

બીજી કથા એ છે કે ભગવાન રામ લંકા પર આક્રમણ કરવા માટે જઈ રહ્યો હતો તે પહેલા ભગવાન રામે માતા ભગવતી ની આરાધના કરી હતી . ભગવાન રમે લગાતાર નવ દિવસ સુધી રામેશ્વર માં માતા ની પૂજા આરાધના કરી અને માતા પ્રસન્ન થઈ ભગવાન રામ ને જીત ના આશીર્વાદ આપ્યા. અને દશ માં દિવસે રાવણ નો વધ કરી હરાવી લંકા પર વિજય મેળવ્યો હતો. ત્યાર થી દશેરા નો તહેવાર મનાવવામાં આવે છે. 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *