Saturday, 21 December, 2024

O Nandlala Lyrics in Gujarati

981 Views
Share :
O Nandlala Lyrics in Gujarati

O Nandlala Lyrics in Gujarati

981 Views

ઓ નંદલાલા…જશોદા ના વ્હાલા…
અરે ઓ નંદલાલ જશોદા ના વ્હાલ
ગોકુળ ગિરધર તને કરું કાલાવાલા

મીઠા મોરલી સુર છેડનાર મારા મનડાંને ડોલાવનાર
કોઈ કેજો…
એ કોઈ કેજો કાનુડા ને જઈ કે વાંહળી વગાડે નઈ
કોઈ કેજો લ્યા કાના ને જઈ કે વાંહળી વગાડે નઈ
કે વાંહળી વગાડે નઈ….

હો છેલ છોગાળો નંદ નો લાલો છેડે આવી દિલ માં
કામણગારો કાન મારૂં મન મોહે દલ માં
હો મોરપીંછ ધારી માધવ માખણ નો દીવાનો
ચુકે ના એ મોકો કદી મને મળવાનો

મારો પાલવ જાલી ને છેડે એ
દોડે વાંહે પીછો ના મેલે એ
હો કોઈ કેજો કાનુડા ને જઈ કે વાંહળી વગાડે નઈ
કોઈ કેજો  કાના ને જઈ કે વાંહળી વગાડે નઈ
કે વાંહળી વગાડે નઈ….

હો સાજી સજન જાઉં જયારે ગોકુલની ગલીયે
દૌડ઼યો આવે કાનો રોજ મારી મઢુલીએ
હા મનોહર રૂપને બોલે મીઠું મીઠું
રિસાઈ હું જાવ તો મનાવે જૂઠું જૂઠું

વાલો રાહડે રમાડી દે
સુર વાંસળી ના ઘેલી કરી દે
હો કોઈ કેજો કાનુડા ને જઈ કે વાંહળી વગાડે નઈ
કોઈ કેજો લ્યા કાના ને જઈ કે વાંહળી વગાડે નઈ
કે વાંહળી વગાડે નઈ….

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *