Oddhi Navrang Chundadi Lyrics in Gujarati
By-Gujju27-04-2023
156 Views
Oddhi Navrang Chundadi Lyrics in Gujarati
By Gujju27-04-2023
156 Views
ઓઢી નવરંગ ચુંદડી …
ઓઢી નવરંગ ચુંદડી
પાયે ઝાંઝરનો ઝણકાર પાયે ઝાંઝરનો ઝણકાર
માયરામાં આવે મલકતાં મલકતાં મલકતાં
ઓઢી નવરંગ ચુંદડી …
બેનીએ સાડી પેહરી છે સવા લાખની
બેનીએ સેલુ પહેરીયું છે મોંઘા મુલનું
તોય બેનીને પાનેતરનો શોખ
બેનીને પાનેતરનો શોખ
માયરામાં આવે મલકતાં મલકતાં મલકતાં
ઓઢી નવરંગ ચુંદડી …
બેનીનું પિયરિયું છે ઉંચા કુળનું
બેનીનું મોસાળિયું છે મોંઘા મુલનું
તોય બેનીને સાસરિયાનો શોખ
બેનીને સાસરિયાનો શોખ
માયરામાં આવે મલકતાં મલકતાં મલકતાં
ઓઢી નવરંગ ચુંદડી …
ઓઢી નવરંગ ચુંદડી
પાયે ઝાંઝરનો ઝણકાર પાયે ઝાંઝરનો ઝણકાર
માયરામાં આવે મલકતાં મલકતાં મલકતાં
ઓઢી નવરંગ ચુંદડી …
મલપતાં