પાછલી રાતના નાથ પાછા વળ્યા
By-Gujju24-04-2023
241 Views
પાછલી રાતના નાથ પાછા વળ્યા
By Gujju24-04-2023
241 Views
પાછલી રાતના નાથ પાછા વળ્યા,
શું કરું રે સખી ? હું ન જાગી;
નીરખતાં નીરખતાં નિદ્રા આવી ગઈ
વહાલોજી દઈ ગયા વાચ, રાખી.
કૃષ્ણજી ક્યાં હશે ? શોક્ય સુણશે હવે ?
પરથમ જઈ એને પાય લાગું;
સરસ છે શામળો, મેલશે આમળો
જઈ રે વ્હાલા કને માન માંગું.
‘ઊઠ આળસ તજી, નાથ નથી ગયા હજી,
દ્વાર ઊભા હરિ હેત જોવા;’
ધન્ય રે ધન્ય નરસૈંયાના નાથ ને
અ-સૂર થાશે મારે ધેન દોહવા.
– નરસિંહ મહેતા