પગ મને ધોવા દ્યો રઘુરાય
By-Gujju20-05-2023
204 Views
પગ મને ધોવા દ્યો રઘુરાય
By Gujju20-05-2023
204 Views
પગ મને ધોવા દ્યો રઘુરાય,
મને શક પડ્યો મનમાંહ્ય … પગ મને
રામ લક્ષ્મણ જાનકી તીર ગંગાને જાયજી
નાવ માંગી નીર તરવા ગુહ બોલ્યો ગમ ખાઇ … પગ મને
રજ તમારી કામણગારી મારી નાવ નાર બની જાયજી,
તો તો મારા રંક જનની આજીવિકા ટળી જાયજી … પગ મને
જોઇ ચતુરતા ભીલ જનની જાનકી મુશ્કરાયજી,
અભણ કેવું યાદ રાખે ભણેલા ભૂલી જાયજી … પગ મને
દિન દયાળુ આ જગતમાં ગરજ કેવી ગણાયજી,
આપ જેવાને ઉભા રાખી પગ પખાળી જાયજી … પગ મને
નાવડીમાં બાવડી ઝાલી રામની ભીલરાયજી,
પારી ઉતારીને બોલ્યા તમે શું લેશો ઉતરાઇ … પગ મને
નાઇની કદી નાઇ લે નહીં, આપણે ધંધા ભાઇજી,
કાગ ન માગે ખારવો કદી ખારવાની ઉતરાઇ … પગ મને
– કવિ કાગ