પાંચમા નોરતે જાણો મા સ્કંદમાતાની કથા અને સ્વરૂપ !
By-Gujju02-10-2023
પાંચમા નોરતે જાણો મા સ્કંદમાતાની કથા અને સ્વરૂપ !
By Gujju02-10-2023
નવરાત્રિના પાંચમા દિવસે સ્કંદમાતાની ઉપાસના થાય છે. મોક્ષના દ્વાર ખોલનારા સ્કંદમાતા પરમ સુખદાયી છે. માં પોતાના ભક્તોની બધી ઈચ્છાઓ પૂરી કરે છે. સ્કંદમાતાની ચાર ભૂજાઓ છે, તેમનો નીચીને બાજુના જમણા હાથમાં કમળનું ફૂલ છે. ઉપર બાજુનો ડાબો હાથ વરમુદ્રામાં, તથા નીચે તરફ જતા ડાબા હાથમાં કમળ પુષ્પ છે. તેમનું વર્ણન સંપૂર્ણ શુભ છે. તેઓ કમળના આસન પર બિરાજમાન છે. આ જ કારણે તેમને પદ્માસના દેવી પણ પણ કહે છે. સિંહ પણ તેમનું વાહન છે.
નવરાત્રિના પાંચમા દિવસનું મહત્વ
નવરાત્રિ પૂજનના પાંચમા દિવસનું શાસ્ત્રોમાં પુષ્કલ મહત્વ ગણાવાયું છે. આ ચક્રમાં અવસ્થિત મનવાળા સાધકોની સમસ્ત બાહ્ય ક્રિયાઓ તથા ચિત્તવૃત્તિઓનો લોપ થઈ જાય છે. તે વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપ તરફ અગ્રેસર થઈ રહી છે. સાધકનું મન સમસ્ત લૌકિક, સંસારિક, માયાના બંધનોથી વિમુક્ત થઈને પદ્માસના માતા સ્કંદમાતાના સ્વરૂપમાં પૂર્ણ રીતે તલ્લિન હોય છે. આ સમયે સાધકે પૂર્ણ સાવધાની સાથે ઉપાસના તરફ અગ્રેસર રહેવું જોઈએ. તેણે પોતાની સમસ્ત ધ્યાનવૃત્તિઓને એકાગ્ર રાખીને સાધના પથ પર આગળ વધવું જોઈએ. માતા સ્કંદમાતાની ઉપાસનાથી ભક્તની બધી ઈચ્છાઓ પૂરી થાય છે. આ મૃત્યુલોકમાં જ તેને પરમ શાંતિ અને સુખનો અનુભવ થાય છે. તેના માટે મોક્ષનો દ્વાર સ્વમેવ સુલભ થાય છે. સ્કંદમાતાની ઉપાસનાથી બાળરૂપ સ્કંદ ભગવાનની ઉપાસના પણ થઈ જાય છે. આ વિશેષતા માત્ર તેમને જ પ્રાપ્ત છે. આથી સાધકને સ્કંદમાતાની ઉપાસના તરફ વિશેષ ધ્યાન આપવું જોઈએ. સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાના કારણે ઉપાસક અલૌકિક તેજ અને ક્રાંતિથી સંપન્ન થાય છે. એક અલૌકિક પ્રભામંડળ અદ્રશ્યભાવથી સદૈવ તેની ચારેબાજુ રહે છે. આ પ્રભામંડળ પ્રતિક્ષણ તેના યોગક્ષેમનું નિર્વહન કરે છે. આપણે એકાગ્રભાવથી મનને પવિત્ર રાખીને માતાની શરણમાં આવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ ઘોર ભવસાગરના દુ:ખોથી મુક્તિ પામીને મોક્ષનો માર્ગ સુલભ બનાવવા માટે આનાથી ઉત્તમ કોઈ બીજો ઉપાય નથી.
માતા સ્કંદમાતાની પૂજા વિધિ
નવરાત્રિના પાંચમા દિવસે સ્નાન વગેરેથી નિવૃત્ત થઈ જાઓ અને ત્યારબાદ સ્કંદમાતાનું સ્મરણ કરો. ત્યારબાદ સ્કંદમાતાને અક્ષત, ધૂપ, પુષ્પ વગેરે અર્પણ કરો. તેમને પાન, સોપારી, લવિંગ, દ્રાક્ષ કમળકાકડી, કપૂર, ગૂગળ, ઈલાયચી વગેરે ચઢાવો. ત્યારબાદ સ્કંદમાતાની આરતી કરો. સ્કંદમાતાની પૂજા કરવાથી ભગવાન કાર્તિકેય પણ પ્રસન્ન થાય છે.