પાંડવોની નિષ્કામતા
By-Gujju24-05-2023
પાંડવોની નિષ્કામતા
By Gujju24-05-2023
{slide=Detachment of Pandavas}
Pandavas helped King Virata save his kingdom from the attack of Trigartas. It was very befitting that King Virata decided to reward them. He told Yudhisthir (Kanka), Bhim (Ballav) and other Pandavas to ask for whatever reward they want. Yudhisthir echoed the sentiments of all Pandavas and replied that they don’t want anything for their role in the battle with Susharma. They were happy with the fact that they could help King Virata and were able to set him free from the clutches of his enemy, Susharma.
King Virata was very pleased at Pandavas detachment. King offered precious jewels, servants, cows and other attractions including his kingdom but Pandavas remained nonchalant. When King Virata returned from battlefield, a grand welcome awaited him. Pandavas had to hide their identity as the time of incognito was not over yet.
એ કથાનકમાં યુધિષ્ઠિરના વ્યક્તિત્વની એક બીજી વિશેષતા – નિર્લોભતા પણ પ્રકટ થાય છે.
સુશર્માના પરાભવનો પ્રસંગ પૂરો થયા પછી પોતાની કૃતજ્ઞતાને પ્રદર્શાવવા માટે, વિરાટરાજે યુધિષ્ઠિરાદિ પાંડવોનું પ્રચુર ધનથી તથા અન્ય રીતે અસાધારણ સ્વાગત સહિત સન્માન કર્યું.
વિરાટરાજે જણાવ્યું કે મારાં રત્નો તમારાં પણ છે. એમનો તમે બધા ઉપભોગ કરો. હું તમને શણગાર સજેલી કન્યાઓ તથા સંપત્તિ આપું છું. વળી તમારી આકાંક્ષાનુસાર બીજું જે પણ કહો તે આપવા તૈયાર છું. તમારા પરાક્રમથી જ હું સ્વાધીન બન્યો છું. અને સર્વપ્રકારે કુશળ છું. માટે તમે સૌ મત્સ્યદેશના સ્વામી બનીને શાસન કરો.
એ સાંભળીને પાંડવો બોલ્યા કે તમારી ઉદાત્ત સદભાવનાને માટે અમે તમને અભિનંદન આપીએ છીએ. તમને શત્રુના હાથમાંથી મુક્તિ મળી છે એથી અમને અનેરો આનંદ થાય છે. અમારે બીજું કાંઇ જ નથી જોઇતું.
વિરાટરાજે છેવટે યુધિષ્ઠિરને કહ્યું કે હું તમારો રાજ્યાભિષેક કરું. તમે મત્સ્યદેશના રાજા બનો. તમે જે માગશો તે પદાર્થ પૃથ્વીમાં દુર્લભ હશે તોપણ હું પ્રદાન કરીશ. તમે રત્નો, ગાયો, સુવર્ણ, મણિ, મોતી સૌને માટે યોગ્ય છો. હું તમને વંદન કરું છું. તમારા પ્રતાપથી જ મને રાજ્ય, સંપત્તિ તથા જીવનની પ્રાપ્તિ થઇ છે. હું શત્રુના બંધનમાં પડીને ગભરાઇ ગયેલો. તમે મને તેમાંથી મુક્તિ આપી છે.
યુધિષ્ઠિરે નિષ્કામતાનો ને નિર્લોભતાનો પરિચય પ્રદાન કરતાં કહ્યું કે મારે રાજ્ય કે બીજું કશું જ નથી જોઇતું. તમે સદા દયાપરાયણ અને સુખી બનો. તમારા દૂતોને રાજ્યમાં સર્વત્ર જયઘોષણા કરવા મોકલો.
વિરાટરાજ યુધિષ્ઠિરની અને બીજાની નિષ્કામતાથી ખૂબ જ પ્રભાવિત થયા.
એમણે દૂતોને, યુધિષ્ઠિરના સૂચનને લક્ષમાં લઇને આદેશ આપ્યો કે નગરમાં જઇને મારા સંગ્રામવિજયની વાતને જાહેર કરો. નગરમાંથી સુવિભૂષિત કુમારિકાઓ, નૃત્યાંગનાઓ અને વાદ્યકારો મને સન્માનવા માટે સામે આવે તેવી વ્યવસ્થા કરો.
વિરાટરાજના આદેશને અનુસરીને દૂતો નગરમાં જવા નીકળ્યા.
પાંડવો વિજયની એ આખી રાત દરમિયાન નગરથી દૂરસુદૂર સંગ્રામભૂમિમાં જ ધરતી પર સૂઇ રહેલા.
વિરાટરાજ કે બીજા કોઇ પણ એમને ઓળખી નહોતા શક્યા.
કોઇને એમને માટે કશી શંકા પણ નહોતી આવી.