Monday, 23 December, 2024

Panihari Lyrics in Gujarati

171 Views
Share :
Panihari Lyrics in Gujarati

Panihari Lyrics in Gujarati

171 Views

હે માથે બેડલું જતી જોઈ નાર રે
તસ્વીર એની દિલમો વસી રે
હો …જતા જોઈ સરોવરની પાળ રે
ચાલ એની મને બઉ ગમી રે
હે એક બેડું માથે ને એક બેડું કેડમા
છલકે જળ એનું આખા રે અંગમા
એ વાગ્યા એના નેણ કેરા બાણ રે
તસ્વીર એની દિલમો વસી રે
હો …માથે બેડલું જતી જોઈ નાર રે
તસ્વીર એની દિલમો વસી રે

હે પાતળી કેડનો જુલો મને લાગ્યો
મારી બનાવાનો ઓરતો રે જાગ્યો
હો …ઉભા રે રો તો નોમ તારૂં પુછું
ખબર અંતરને સરનામું પુછું
એ દલડાના તે હલાયા સિતાર રે
તસ્વીર એની દિલમો વસી રે
હો …માથે બેડલું જતી જોઈ નાર રે
તસ્વીર એની દિલમો વસી રે

હે જોબન મારૂં હાથ હવે નથી રેતુ
તને જોયા વિના હવે નથી રે ચાલતુ
હો …મનડાની મેડિયે તને રે બેહાડું
રૉની બનાવી તને રાજ કરાવું
એ બનાવું હું મારા ઘરની નાર રે
મોનેલી મને તું રે મળી રે
હો …માથે બેડલું જતી જોઈ નાર રે
તસ્વીર એની દિલમો વસી રે
હો મોનેલી મને ગમતી મળી રે
હો મોનેલી મને તું રે મળી રે
હો મોનેલી મને ગમતી મળી રે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *