પાપડી વાલોળ ના ફાયદા | Benefits Of Papdi Valor
By-Gujju09-12-2023
પાપડી વાલોળ ના ફાયદા | Benefits Of Papdi Valor
By Gujju09-12-2023
પાપડી વાલોળ | વાલોળ પાપડી | papdi valor | valor papdi
પાપડી વાલોળ કે જેને સેમ, ફાવા બીન્સ જેવા નામથી પણ ઓળખવામાં આવે છે. તે એક વેલા સ્વરૂપે થતો છોડ છે. વાલોળ એ ઘણા બધા પૌષ્ટિક તત્વોથી ભરપુર છે. પાપડી વાલોળ ની દરેક ફળી માંથી ૫-૬ બીજ નીકળે છે. બઝારમાં જે કઠોળ સ્વરૂપે વાલ મળે છે એ આનું જ એક સ્વરૂપ છે. પાપડી વાલોળ નો ઉપયોગ અનેક રીતે કરી શકાય છે. તેના કાચા દાણા ખાવાની પણ ખુબ જ મજા આવે છે, તેની વિવિધ વાનગીઓ પણ બને છે.
વાલોળ પાપડી ફક્ત ખાવામાં જ નહિ તેના ઔષધીય ગુણો પણ અનેક છે. તે ગળું સોજી આવવું, ગળામાં દુઃખાવો થવો, તાવ આવી જવો, અલ્સર, વગેરે અનેક રોગો સામે લડવાની શક્તિ પૂરી પાડે છે. વાલોળ એ જમીન પર થવા વાળી એક વેલ છે. વાલોળમાં કોપર, મેગ્નીશીયમ, આયરન, પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ વગેરે જેવા તત્વો હોય છે. પાપડી વાલોળ થોડી કડવી પણ હોય છે, તે ગરમ તાસીર ની હોય છે, જો વધારે ખવાઈ જાય તો તે પચવામાં ભારે છે.
ગળાના દુઃખાવામાં/ ગળાના સોજામાં
અત્યારે શિયાળાની સિઝનમાં ગળામાં દુઃખાવો થવો, ગળું બેસી જવું, ઉધરસ, વગેરે જેવી સમસ્યા થઇ જ જાય છે અને તેવા પાપડી વાલોળ તો શિયાળુ જ પાક છે શિયાળામાં તો પાપડી વાલોળ પુષ્કળ પ્રમાણમાં મળે છે અને વાલોળ આ બધી સમસ્યાઓનો ઇલાઝ છે. ૫-૧૦ મિલી પાપડી વાલોળ ના પાંદડાનો રસ કાઢીને પીવાથી આ બધી સમસ્યામાંથી છુટકારો મળી જાય છે.
ઝાડા થઈ ગયા છે તો
ખાવા પીવામાં બદલાવને કારણે ઘણી વખત ઝાડા થઇ જતા હોય છે. તેવામાં પાપડી વાલોળના બીજ નો રસ કાઢી તેનો ઉકાળો બનાવીને પીવાથી ઝાડા તો બંધ થઇ જ જાય છે સાથે સાથે ઉલટી અને પેશાબ સબંધી સમસ્યામાં ઘણી જ રાહત થઇ જાય છે. ઉકાળો પીવાની માત્રા ૧૦-૩૦ મિલીની માત્રા રાખવી.
પેટ સબંધી સમસ્યામાં પાપડી
પેટના દુઃખાવામાં વાલોળનો ઉપયોગ કરવાથી રાહત થાય છે. ઘણી વખત મસાલેદાર ખાઈ લેવાથી અથવા વધારે ખાવાથી પેટમાં ગેસ થઇ જતો હોય છે. પાડી વાલોળના પાંદડાને પીસીને પેટ પર લેપ કરવાથી પેટનો દુખાવો મટી જાય છે.
પેટ ફૂલી જવાની સમસ્યામા
જો તમે પેટ ફૂલી જવાની સમસ્યાથી પરેશાન છો તો વાલોળ નો ઉપયોગ કરવાથી ખુબ જ ફાયદો થાય છે. વાલોળ ના બીજ ને આગમાં શેકીને ખાવાથી પેટ ફૂલવાની સમસ્યામાંથી છુટકારો મળી જાય છે.
અલ્સર ની સમસ્યામાં ફાયદેમંદ છે પાપડી વાલોળ
પાપડી વાલોળના બીજ ને ભેસના દુધમાં પીસીને અલ્સર થયા હોય ત્યાં લગાવવાથી ચાંદામાં તરત જ રાહત મળે છે.
ખંજવાળ પર વાલોળ પાપડી નો ઉપયોગ
એલર્જીના કારણે ઘણી વખત ખંજવાળ આવતી હોય છે અથવા કોઈ બીજા કારણોસર પણ આ સમસ્યા થઇ શકે છે. વાલોળ તેમાં ઉપયોગી સાબિત થાય છે. વાલોળના પાંદડા નો રસ કાઢીને ખંજવાળ વાળા ભાગ પર લગાવવાથી રાહત મળે છે.
પાપડી વાલોળ ના અન્ય ઉપયોગો
દાદર-ખાજ-ખુજ્લીની સમસ્યામાં પાપડી વાલોળ ખુબ જ ફાયદેમંદ છે તેને ખાવાથી અને તેના પાંદડાનો રસ લગાવવાથી તરત જ ફાયદો થાય છે.
શરીરના કોઈપણ ભાગ પર સોજા ચડી ગયા છે તો પાપડી વાલોળના વાલોળના બીજ ને પીસીને લગાવવાથી તરત જ રાહત મળી જાય છે.
શ્વાસ ને લગતી બીમારીઓમાં પણ તમે વાલોળનો ઉપયોગ કરી શકાય છે.
પાચનતંત્ર સબંધિત વિકારોમાં પણ તમે પાપડી વાલોદ્નોઉપ્યોગ કરી શકાય છે.
ડાયાબીટીશની સમસ્યાથી પરેશાન વ્યક્તિઓ પણ પાપડી વાલોળ નો ઉપ્યોગ્કારી શકે છે. વાલોળમાં એન્ટીબાયોટીક ગુણ હોય છે જે ડાયાબીટીશ ની સમસ્યા સામે લડવામાં મદદરૂપ સાબિત થાય છે.
શરીર માં લોહીની ઉણપ હોય તો વાલોળ ખાવાથી તે દુર કરી શકાય છે, કારણકે વાલોળમાં આયરન સારી માત્રામાં મળી રહે છે.
બ્લડ પ્રેશરમાં પણ વાલોળને ખાઈ શકાય છે.
વાલોળ નું સેવાન્કાર્વાથી આપણી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરી શકાય છે.
હાડકાને મજબુત બનાવવામાં પાપડી વાલોળનું સેવન ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે.
વાલોળમાં ભરપુર માત્રામાં પ્રોટીન હોય છે જે આપણી માંસપેશીઓ ને મજબુત બનાવે છે. સાથે સાથે તેમાં ફાઈબર પણ હોય છે જે પાચનક્રિયાને મજબુત બનાવે છે.
૧ કપ બ્રોડ બીન્સમાં ૩૬ગ્રામ ફાઈબર મળી રહે છે જે આપના શરીરમાં આરામ થી ભળી જાય છે. અને તે આપણા શરીરમાં રહેલા વધારાના કોલેસ્ટ્રોલ ને ઘટવામાં મદદ કરે છે. બ્લડશુગરને કન્ટ્રોલ માં રાખે છે.
પાપડી વાલોળ ના પાંદડાના ફાયદાઓ
પાપડી વાલોળના પાંદડા પેટ માટે અને પેટમાં થતી ખરાબી ને ઠીક કરે છે. જો તમારું પેટ ખરાબ થઇ ગયું છે તો વાલોળના પાંદડાનું શાક બનાવીને ખાવાથી ફાયદો થાય છે.
ત્વચા રોગ માં પાપડી વાલોળનો ઉપયોગ કરી શકાય છે. ત્વચા સબંધી સમસ્યામાં પાપડી વાલોળના પાંદડાનો રસ કાઢીને અથવા તેના પાંદડા ને પીસીને લેપ કરવાથી ફાયદો થાય છે.
જે વ્યક્તિઓને વારંવાર ગેસ થઇ જતી હોય છે તેવી વ્યક્તિઓએ પાપડી વાલોળના પાંદડા ખાસ ખાવા જોઈએ. વાલોળના પાંદડાને રાત્રે પાણીમાં પલાળીને રાખી લો. સવારે તે પાણી ઉકાળીને તેને પીવો. આનાથી ગેસની સમસ્યા દુર થઇ જાય છે.
પાપડી વાલોળના પાંદડામાં વિટામીન એ ભરપુર માત્રામાં હોય છે. જે આપણી આંખો માટે ખુબ જ લાભકરી હોય છે. આંખ ને લાભ પહોચાડવા માટે પાંદડાનું શાક પણ ખાઈ શકાય છે, તેના પાંદડા ને પાણીમાં ઉકાળીને પાણી પી શકાય છે.
વાલોળ પાપડી ના પાંદડા નું સેવન કરવાથી લોહી શુધ્ધ થાય છે.
પાપડી વાલોળ નું સેવન કરવાથી વાળ મજબુત થાય છે. તેમાં વિટામીન-એ, પ્રોટીન જેવા તત્વો હોય છે.
પાપડી વાલોળ ના નુકસાન
એલર્જીની સમસ્યાથી પરેશાન વ્યક્તિઓએ વાલોળનું સેવન પ્રમાણસર કરવું જોઈએ.
ગર્ભાવસ્થા દરમિયાન પણ ચિકિત્સક ની સલાહાનુસાર સેવન કરવું યોગ્ય છે.