Parka Lyrics in Gujarati
By-Gujju17-06-2023
Parka Lyrics in Gujarati
By Gujju17-06-2023
પારકા એ પારકા ના થાય એ પોતાના
હો પારકા એ પારકા ના થાય એ પોતાના
મારા મારા કરો તોય એ થાય ના એ આપણા
હો ગમે તે કરો તોય આવે ના હિસાબમાં
હાચા પ્રેમની વાતો જોવા મળે રે કિતાબમાં
હો ગમે તે કરો તોય થાય ના એ આપણા
હો પારકા એ પારકા ના થાય એ પોતાના
હો કરમમાં ના હોઈ એની આશા ઓ શું રાખવી
પ્રેમ પ્રેમ કરીને તો જીંદગી શું બગાડવી
હો ભલે કરો બકાચકા રડાવશે એ આંખડી
મતલબિયોને કોઈ ના પડી હોઈ કદી આપડી
હો ભલે તમે હાથની હથેળીમાં રાખશો
તોય તમે સવારમાં બીજાની હારે ભાળશો
એ મારા મારા કરો તોય એ થાય ના એ આપણા
હો પારકા એ પારકા ના થાય એ પોતાના
હો મનની વાતો મનમાં રહેશે થાશે ધુળધાણી
કદર નહીં કરે એતો કોઈ દાડો તમારી
લાંબા કરશે પગ એતો પેટમાં રે પેચી
ઓતરડી કકળશે એતો પળમાં થાશે પારકી
હો સેવટે તો પોતાના જ દિલાસો દેવાના
લાગણીના રૂમાલથી આશુડાં લુસવાના
હો પારકા એ પારકા ના થાય એ પોતાના
હો મારા મારા કરો તોય એ થાય ના એ આપણા
એ પારકા એ પારકા ના થાય એ પોતાના