Monday, 23 December, 2024

Pavavadi Mat Raja Pataine Hamjave Lyrics in Gujarati

144 Views
Share :
Pavavadi Mat Raja Pataine Hamjave Lyrics in Gujarati

Pavavadi Mat Raja Pataine Hamjave Lyrics in Gujarati

144 Views

હે મારી પાવાવાળી માત રાજા પતઈને હમજાવે છે
હે મારી પાવાવાળી માત રાજા પતઈને હમજાવે છે
હે ભાન ભૂલેલો પતઈરાજા તો
ભાન ભૂલેલો પતઈરાજા માનો પાલવ ઝાલી બેઠ્યો છે
એતો દારૂના નશામાં માને રાણી હમજી બેઠ્યો છે
મારી પાવાવાળી માત રાજા પતઈને હમજાવે છે

એ માગો માગો રાજા માગો એ આલુ
આલું ઘોડલાંને હાથી ઝૂલતા
હે તારા રાજને શોભાવે એવા
તને દીકરા આપુ પારણે ઝૂલતા
પણ કેવું રાજા માન્યો નહિ
પણ કેવું રાજા માન્યો નહિ
માના રૂપમાં મોહી બેઠ્યો છે
એતો દારૂના નશામાં માને રાણી હમજી બેઠ્યો છે
હે મારી પાવાવાળી માત રાજા પતઈને હમજાવે છે

હો ચાચરના ચોકમાં માંડવડે મેલી
હો ચાચરના ચોકમાં માંડવડે મેલી
ગરબે રમવાને આવો બહુચરમા
શંખલપુરની શેરિયુંમાં
હો ગરબે રમવાને આવો બહુચરમા
શંખલપુરની શેરિયુંમાં ઓ માં
ચાચરના ચોકમાં માંડવડે મેલી
હો ચાચરના ચોકમાં માંડવડે મેલી

હો આરા તે સુરથી અંબેમા આવીયા
ચોટીલા ગઢથી મારી ચામુંડમા આવીયા
હો આવડ જોગડને તોગડ આવીયા
નાની રે બેનડી ખોડલ પણ આવીયા
હે સૈયરો સંગમાં, સૈયરો સંગમાં
ગરબે રમવા આવો બહુચરમા
શંખલપુરની શેરિયુંમાં

હો ચાચરના ચોકમાં માંડવડે મેલી
હો ચાચરના ચોકમાં માંડવડે મેલી
ગરબે રમવા આવો બહુચરમા
શંખલપુરની શેરિયુંમાં
શંખલપુરની શેરિયુંમાં

હે ઝૂલે ઝૂલે છે ગબ્બરની માય અંબા ઝૂલે છે
હે ઝૂલે ઝૂલે છે ગબ્બરની માય અંબા ઝૂલે છે
હે માને ઝૂલે તે ઝૂલવાની હોશ ઘણી
ભક્તો ઝુલાવે ખમ્મા મા ખમ્મા કહી
ભક્તો ભાળીને માડી હરખાય
અંબા ઝૂલે છે
હે ઝૂલે ઝૂલે છે ગબ્બરની માય અંબા ઝૂલે છે

હે માને સોના તે હિંડોળો રત્ને મઢ્યો
અને હીરની તે દોરી એને હિરલે જ્ળ્યો
હો માને સોના તે હિંડોળો રત્ને મઢ્યો
અને હીરની તે દોરી એને હિરલે જ્ળ્યો
હે માનો હિંડોળો ઝાકમજોળ અંબા ઝૂલે છે
હે ઝૂલે ઝૂલે છે ગબ્બરની માય અંબા ઝૂલે છે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *