Sunday, 22 December, 2024

Pavitra Prem Lyrics in Gujarati

154 Views
Share :
Pavitra Prem Lyrics in Gujarati

Pavitra Prem Lyrics in Gujarati

154 Views

હો દગો નઈ દુવા કરવાનું મન થાય
એને પવિત્ર પ્રેમ કહેવાય
હો ફરિયાદ નઈ યાદ કરવાનું મન થાય
એને પવિત્ર પ્રેમ રે કહેવાય
હો પ્રેમમાં રે નથી મળવું જરૂરી
થોડી ઘણી રે હોઈ છે મજબુર
હે પ્રેમ એક બીજા માટે બલિદાન દે
એ પ્રેમને પવિત્ર પ્રેમ કહેવાય
હો દગો નઈ દુવા કરવાનું મન થાય
એને પવિત્ર પ્રેમ કહેવાય
હે એને હાંચો રે પ્રેમ કહેવાય

એક વાર મળ્યા પછી ના રે ભુલાશે
ઘણું બધું કેવું છે પણ વાત રે ન થાશે
હો ઠોકર વાગે એને દર્દ મને થાશે
એવા રે પ્રેમને પાગલ કેવાશે
હો હાંચુ રે ક્વ તો હવે નથી ફાવતું
મુખલડું જોયા વિના ખાવાનું ના ભાવતું
હો જોઈને ભુખ મરી જાય
એને પવિત્ર પ્રેમ કહેવાય
હો દગો નઈ દુવા કરવાનું મન થાય
એને હાંચો પવિત્ર પ્રેમ કહેવાય

હો હાંચા રે પ્રેમની એક છે નિશાની
જુદા થઈને આવે મજા જીવવાની
હો ખબર છે પરણીને પારકી થાવાના
મેંદીના રંગમાં મારૂં નામ લખવાની
હો મળ્યા વગર વીતી જાશે વર્ષો
તોઈ  નથી હું પ્રેમનો તરશો
હો સમય સાથે રંગ જેનો ના બદલાય
એને હાંચો પવિત્ર પ્રેમ કહેવાય
હો દગો નઈ દુવા કરવાનું મન થાય
એને પવિત્ર પ્રેમ કહેવાય
હો એને પવિત્ર પ્રેમ કહેવાય
હો એને પવિત્ર પ્રેમ રે કહેવાય

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *