Sunday, 22 December, 2024

Pen Padi Paper Fail Lyrics in Gujarati

126 Views
Share :
Pen Padi Paper Fail Lyrics in Gujarati

Pen Padi Paper Fail Lyrics in Gujarati

126 Views

એ 2002માં કોલેજ કરતીતી હારે
એ 2002માં કોલેજ કરતીતી હારે
પેન પડી તારે પેપર ફેલ જ્યું અમારે

એ 2002માં કોલેજ કરતીતી હારે
પેન પડી તારે પેપર ફેલ જ્યું અમારે

હે એ દાડે પેન અમારી આપેલી
અમારૂ પેપર અમે કોરૂં આયા મેલી
એ દાડે પેન અમારી આપેલી
અમારૂ પેપર અમે કોરૂં આયા મેલી

ઓ પરીક્ષામાં પાસ થઈ ફર્સ્ટ આયો તારે  
અમને તો ખબર હતી ફૈલ છે અમારે

એ 2002માં કોલેજ કરતીતી હારે
પેન પડી તારે પેપર ફેલ જ્યું અમારે
પેન પડી તારે પેપર ફેલ જ્યું અમારે

ઓ આવતા જતા બસમાં આપડી થઇતી મુલાકાત
યાદ ના હોયતો યાદ કરાવું એ વાત
હો કંડક્ટરની પાસે પહેલી સીટમાં બેઠો હું
જગ્યા નતી દરવાજાની પાસે ઉભી તું

હો એ વાઈટ હતો ને પટ્ટોને ડ્રેસ તારો લાલ
બરિયેથી વાયરો આવે ઉડતા તારા વાળ
વાઈટ હતો ને પટ્ટોને ડ્રેસ તારો લાલ
બરિયેથી વાયરો આવે ઉડતા તારા વાળ

હો વાયરે ઉડે વાળા તારા આંખમાં આવે મારે
ઉભો થઈને જગ્યા તને આલીતી મે ત્યારે

એ 2002માં કોલેજ કરતીતી હારે
પેન પડી તારે પેપર ફેલ જ્યું અમારે
પેન પડી તારે પેપર ફેલ જ્યું અમારે

હો ભણતા ભેળાં ભુલી ગયા થઇ ગયા મોટા મેમ
અમારી તો કદી તમે પુછી ના ખબર
હો હેલો કઈ હાથ કર્યો પડીના ઓળખાણ
બદલાય ગયા બેબી તમે થઈ ગયા અજાણ

હો એ અફસોસ થયો દિલને આંખે ભરાણા આશું
નથી રે જોવું હવે વળીને પાછું
અફસોસ થયો દિલને આંખે ભરાણા આશું
નથી રે જોવું હવે વળીને પાછું

હો હાંચો મારો પ્રેમ તને હમજસે ક્યારે
બઉ છેટું પડી ગયું હશે તારે મારે ગોંડી
હો હાંચો મારો પ્રેમ તને હમજસે ક્યારે
બઉ છેટું પડી ગયું હશે તારે મારે ગોંડી

એ 2002માં કોલેજ કરતીતી હારે
પેન પડી તારે પેપર ફેલ જ્યું અમારે
પેન પડી તારે પેપર ફેલ જ્યું અમારે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *