Sunday, 22 December, 2024

ફોન આવે તો કઈ  દેજો ભાઈ ટપકી ગયો Lyrics in Gujarati-Mahesh Vanzara

146 Views
Share :
ફોન આવે તો કઈ  દેજો ભાઈ ટપકી ગયો Lyrics in Gujarati-Mahesh Vanzara

ફોન આવે તો કઈ  દેજો ભાઈ ટપકી ગયો Lyrics in Gujarati-Mahesh Vanzara

146 Views

હા બાંધી મારાથી વેર એ કરે લીલા લહેર
મારી જિંદગીમાં ધોળી ગઈ ઝેર
હવે એ એના ઘેર ને હું મારા ઘેર
હવે પડતો નથી મને કોઈ ફેર

હા …જેને મારી જવાનીમાં જીવવા જેવી
અરે અરે જેને મારી જવાનીમાં જીવવા જેવી જિંદગી બગાડી
હા વ્હાલું વ્હાલું મીઠું મીઠું બોલી ગઈ હારું લગાડી
અરે મારો એને ગોળી હું સુધરી ગયો
યારો ના સહારે ભવ તરી ગયો
હવે હોંભળો મારા યારો
અરે. ફોન આવે તો કઈ  દેજો ભાઈ ટપકી ગયો છે
હા મારા ભઈ.. ફોન આવે તો કઈ  દેજો ભાઈ ઉકલી ગયો

આ તો દુનિયાની હોમે મહારાણી થઇને ફરતી
નોની નોની વાતે મને નેચુ જોવડાવતી
હા..નેચુ જોવડાઈ રેતી મારાથી સેટી
ચોથી ભટકાઈ બગડેલ બાપની બેટી
અરે જુઓ મહારાણીના લખણ કેવા છે
દિલમાં ઝેર એના મન મેલા છે  
હવે સાંભળો મારા યારો
અરે ફોને આવે તો કઈ  દેજો યમરાજ લઇ ગયા છે
હા..હવે ફોને આવે તો કઈ  દેજો ભાઈ ટપકી ગયો છે

અરે એના થી છૂટી અમે જગ રે જીતી ગ્યા  
ઉપકારો ભાઈબંધોનો અમે રે બચી ગ્યા
હે..એને દૂર રાખજો અમે પગે રે લાગી ગ્યા
છોડો એની વાતો હવે અમે રે થાકી ગ્યા
અરે બિન્દાસ અમને જોઈ આવશે એને રેલા
લોવર ટાટા બાય બાય ભાઈબંધો મારા પેલ્લા
પ્રેમથી સાંભળો મારા ભઈઓ

ફોન આયો એકેય  ભડવાઈ કરતા નઈ
મારા ભઈ હોય તો પાછી લાવવાની થતી નહીં
ઓન્લી ફોર મારા જીગરના છલ્લાઓ માટે
વગાડો દીપેશ ભાઈ

અરે ફોન ભલે આયો કઈ  દેજો  ટપકી ગ્યો
અરે હા..હા ફોન ભલે આયો કઈ  દેજો  ઉકલી ગ્યો છે
હા..ફોન આવે તો કઈ  દેજો યમરાજ લઇ ગ્યો  

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *