પિસ્તા નું રેગ્યુલર સેવન કરવાના 10 થી વધુ ફાયદા
By-Gujju15-12-2023
પિસ્તા નું રેગ્યુલર સેવન કરવાના 10 થી વધુ ફાયદા
By Gujju15-12-2023
આપણે સૌ સ્વાસ્થ્ય પ્રત્યે બહુ જ ચિંતિત હોઈએ છીએ તો આ ચિંતા આપણે ઉત્તમ ખોરાક લઈ ને દૂર કરી શકીએ છીએ આજે અમે એવુ જ એક ડ્રાય ફ્રૂટ ની વાત કરવાના છીએ. પિસ્તા એ દરેક ને ખુબ જ પસંદ આવતું ડ્રાયફ્રૂટ છે જે ટાઇમપાસ સાથે કેટલાક ફાયદાઓ પણ કરે છે તો ચાલો જાણીએ, પિસ્તા ના ફાયદા.
પિસ્તા ના ફાયદા
આપણે સૌ ડ્રાય ફ્રુટ ખાવાના શોકીન હોઈએ જ છીએ. દરરોજ એક મુઠી ડ્રાય ફ્રુટ્સ ખાવાથી ફાયદા થાય છે એ તો બધા જાણતા જ હોય છે. સામાન્ય રીતે લોકો કાજુ, બદામ, અને દ્રાક્ષ ખાય છે. પણ પિસ્તા ખાવાનું ભૂલી જાય છે. પિસ્તા એક એવું ડ્રાય ફ્રુટ છે જેનો ઉપયોગ તમે અનેક મીઠાઈ ને ગાર્નિશ કરવામાં કરી શકો છો.
નિષ્ણાતો ના જણાવ્યા મુજબ પીસ્તા માં ભરપૂર માત્રા માં પ્રોટીન હોય છે. નિયમિત રીતે પીસ્તા ખાવાથી શરીર ને અનેક ફાયદા થાય છે.
આમ તો પિસ્તા ની તાસીર ગરમ હોય છે એટલે તેને માત્ર શિયાળા માં ખાવાની જ સલાહ આપવામાં આવે છે. પરંતુ થોડીક માત્રા માં જ ખાવના હોવાથી આપણે તેને કોઈ પણ ઋતુ માં ખાઈ શકીએ છીએ.
બદામ ની જેમ જ પીસ્તા ને પણ સવાર ના સમયે ખાવા યોગ્ય અને ફાયદાકારક છે.
સાંજે કસરત કર્યા પછી પિસ્તા ખાવાથી શરીર ને ગરમી મળે છે.
સુંદર અને લાંબા વાળ માટે
પિસ્તા માં વિવિધ પ્રકાર ના ફેટી એસીડ રહેલા હોય છે, જે વાળ નો ગ્રોથ ઝડપી બનાવે છે. આ ઉપરાંત તેમાં રહેલું બાયોટીન વાળ ખરતા અટકાવે છે. સ્પિલ્ટ એડ્સ અને કલર ને કારણે ડેમેજ થયેલા વાળ ને રીપેર કરવામાં પિસ્તા શ્રેઠ ઉપચાર છે.
પિસ્તા ના ફાયદા તે આંખો નું તેજ વધારે છે.
આંખો માટે પણ પિસ્તા ખુબ જ લાભકારક છે. પિસ્તા માં આંખો નું તેજ વધારતું કેરોટીનોયડ નામનું તત્વ મળી રહે છે. રોજ પિસ્તા ખાવાથી જરૂર થી ફાયદો થાય છે.
વજન ઘટાડવા માટે
જો તમે વજન ઘટાડવા ની કોશિશ કરો છો તો આજે જ પિસ્તા ખાવાનું ચાલુ કરી દ્યો. પિસ્તા વજન ઘટાડવા માટે લાભકારક છે. તેમાં વિશેષ પ્રકાર ના ફાઈબર હોય છે જેને કારણે પિસ્તા ખાવાથી પેટ ભરાયેલું લાગે છે અને ઓવર ઇટીંગ પણ નથી થતું.
ડાયાબીટીસ માટે
એક વાટકી પિસ્તા ખાવ અને તમારા શરીર ને આખા દિવસ માં જોઈતા ફોસ્ફરસ ની ૬૦ ટકા જરૂરિયાત પૂરી થઇ જાય છે. આ કારણે પિસ્તા ટાઇપ-૨ ડાયાબીટીસ માં પણ ફાયદો કરે છે.
આ સિવાય પિસ્તા તમારા શરીર માં રહેલા પ્રોટીન ને એમીનો એસીડમાં ભળવામાં મદદ કરે છે. જેના કારણે શરીર ની શુગર પચાવવાની ક્ષમતા પણ વધી જાય છે.
પાચનશક્તિ સુધારે છે.
પિસ્તા માં પ્રોટીન તો ભરપૂર પ્રમાણ માં હોય જ છે, સાથે સાથે ફાઈબર, વિટામીન-બી, મેગનીઝ, અને ફોસ્ફરસ હોય છે. નિયમિત પિસ્તા નું સેવન કરવાથી અપચા ની સમસ્યા દૂર થાય છે.
પિસ્તા ખાવાથી પાચનતંત્ર ને સ્વસ્થ રાખી શકાય છે. નાના બાળકો ને પણ બદામ ની જેમ પિસ્તા પણ ખવડાવવા જોઈએ. તેમની પાચનશક્તિ મજબૂત બને છે.
પીસ્તા ખાવા ના ફાયદા આપણા હાડકા માટે
હાડકા માટે પણ પિસ્તા ખાવા સારા માનવામાં આવે છે. તેથી જ નાના બાળકો ને પિસ્તા ખવડાવવા નું કહેવામાં આવે છે. પિસ્તા માં કેલ્શિયમ, પોટેશિયમ, અને મેગ્નેશિયમ ની માત્રા પણ ભરપૂર હોય છે. આ બધા પોષક તત્વો આપણા હાડકા ને મજબૂત બનાવે છે.
હૃદય માટે પિસ્તા નું સેવન
બીજા બધા ડ્રાય ફ્રુટસ ની જેમ પિસ્તા પણ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ થાય છે. પિસ્તા માં રહેલા ગુણકારી તત્વો હૃદય માટે ફાયદાકારક નીવડે છે. તે હૃદય ની મજબૂતી વધારે છે. તેમાં અનસેચ્યુંરટેડ ફેટ્સ હોય છે, જે હાઈ બ્લડ પ્રેશર ઓછુ કરવામાં મદદરૂપ થાય છે.
ત્વચા માટે ફાયદાકારક
પિસ્તા માં વિટામીન-ઈ નું પ્રમાણ વધારે હોય છે, વિટામીન-એ જે આપની ત્વચા ને મોશ્ચ્યુરીઝ કરે છે, અને જલ્દી થી કરચલીઓ પડવા દેતું નથી. એટલે જ તો સ્કીન નિષ્ણાતો ત્વચા ને લગતી સમસ્યા માં વિટામીન-ઈ લેવાની સલાહ આપે છે.
પીસ્તા ખાવા ના બીજા ફાયદા
- પિસ્તા નું સેવન કરવાથી ખીલ ની સમસ્યા થતી નથી.
- શરીર માં રહેલા સોજા ને દૂર કરવામાં મદદ કરે છે.
- રોગપ્રતિકારક શક્તિ વધારે છે, કારણકે પિસ્તા માં વિટામીન-બી ૬ ની માંત્રા હોય છે.
- હિમોગ્લોબીન ની ઉણપ ને પણ દૂર કરે છે.
પિસ્તા ના અનેક ફાયદાઓ છે, આપણા શરીર ને વિવિધ પોષક તત્વો ની જરૂર પડે છે, તેથી નિયમિત સપ્રમાણ બધા જ ડ્રાય ફ્રુટ્સ ખાવાની આદત પાડવી જોઈએ આમ કરવાથી તમારા શરીર માં કેલેરી અને ફેટ્સ ની માત્રા જળવાઈ રહે છે. અને શરીર ને બધા જ પોશાક્તાત્વો મળી રહે છે.