Pita Lyrics in Gujarati
By-Gujju01-06-2023

Pita Lyrics in Gujarati
By Gujju01-06-2023
હો પિતા છે મહાન પિતા છે ભગવાન
હો …પિતા છે મહાન પિતા છે ભગવાન
હો રાખે સૌવનું ધ્યાન પિતા છે મહાન
હો પિતાના ચરણોમાં ચારે તીરથ ધામ
મારા સાચાં દેવ તો પિતા મારા રામ
આ દુનિયામાં દેવ મારા પિતા ભગવાન
હો આ દુનિયામાં દેવ મારા પિતા ભગવાન
હો પિતા છે મહાન પિતા છે ભગવાન
હો રાખે સૌવનું ધ્યાન પિતા છે મહાન
હો ખભે બેહાડી જેણે દુનિયા બતાવી
ઘર માટે ઘણી બધી ખુસીયો ભુલાવી
હો પોતાની વેદના કાયમ છુપાવી
હૈયાની વાત કદી વોઠે ના લાવી
હો પોતે વેઠ્યું દુઃખ આપ્યું છોરૂને સુખ
પોતે વેઠ્યું દુઃખ આપ્યું છોરૂને સુખ
હો લાખ ગુના છોરૂ કરે પિતા એને માફ કરે
હો …લાખ ગુના છોરૂ કરે પિતા એને માફ કરે
હો પિતા છે મહાન પિતા છે ભગવાન
હો રાખે સૌવનું ધ્યાન પિતા છે મહાન
હો માતાની વેદના મુખથી દેખાય
પિતાની વેદના કદીનો પરખાય
હો જો જો શિખામણ ભુલી ના જવાય
બાપનું બલિદાન એળે નો જાય
હો પિતાનો પ્રેમ તમે પારખી લેજો
ગુણવંત કહે સમય સાચવી રે લેજો
ના આવે કોઈ તોલે આ જગમાં પિતાના
હો અધ્યાય વાંચી લેજો તમે ગીતાના
હો પિતા છે મહાન પિતા છે ભગવાન
હો રાખે સૌવનું ધ્યાન પિતા છે મહાન