પોંગલ
By-Gujju18-09-2023
પોંગલ
By Gujju18-09-2023
પોંગલ તામિલનાડું નો તહેવાર છે. આમતો પોંગલ એ એક ચોખા ના લોટમાંથી બનતી એક વાનગી છે. આ એક દક્ષિણભારતની પ્રખ્યાત વાનગી છે. પોંગલ બે પ્રકારનો હોય છે. મીઠો પોંગલ અને હળવો મશાલેદાર પોંગલ. આ એક સવારનો નાસ્તો છે. આમ ચોખા ને દૂધસાથે ગોળ નાખી માટીના વાસણમાં ચૂલા પર બનાવવામાં આવે છે. અને પોંગલ ના તહેવારે ખાવામાં આવે છે.
આમ પોંગલ નો પ્રસાદ સામાન્ય રીતે તામિલનાડું, આંધ્રપ્રદેશ અને કર્ણાટક ભારત ની લોકપ્રિય વાનગી છે. સવારના નાસ્તામાં પણ લેવામાં આવે છે.
હવે આપણે પોંગલ તહેવારની વાત કરીએ…
મકરસક્રાંતિ, પોંગલ, લોહડી..
ભારત ના દક્ષિણ માં આવેલ તામિલનાડુ માં આતહેવાર પોંગલ ના નામે ઉજવે છે. જે એક પાક કાપણી નો તહેવાર છે. આ તહેવાર નું નામ પોંગલ વાનગી પરથી રાખવામાવેલ છે. કેમકે સવારે આ તૈયાર વાનગી સૂર્યભગવાન ને તથા અન્ય ભગવાનને પાક ની કાપણી નો આભાર વ્યક્ત કરવા માટે ચડાવવામાં આવે છે.
આમતો તામિલનાડુંમાં મકરસંક્રાંત ના દિવસેજ આ તહેવાર ઉજવવામાં આવે છે. આમ મકરસંકરાંન્ત નેજ દક્ષિણ પોંગલ તરીકે ઉજવવામાં આવેછે. આ એક ખેતી સથે સંકળાયેલા લોકો નો તહેવાર માનવમાં આવે છે. ત્યાં આ તહેવાર ત્રણ દિવસ ઉજવવામાં આવે છે. પહેલા દિવસે કચરાને ભેગો કરી સળગાવે છે. બીજા દિવસે લોકો લક્ષ્મીની પુજા કરે છે. જ્યારે ત્રીજા દિવસે લોકો પાશું ધનની પુજા કરે છે. આમ આ તહેવાર ત્રણ દિવસનો થાય છે.
પોંગલ મનાવવાની પરંપરા દ્રવિડોના સમયથી ચાલતી આવી છે.
આ તહેવાર તમિલી લોકોનો તહેવાર હોવાથી ગુજરાત માં જ્યાં તમિલી વસે છે ત્યાં આતહેવાર ઉજવવામાં આવે છે. સંક્રાંત નો તહેવાર 14 જાન્યુઆરી એ આવેછે ત્યારથીજ પોંગલ શરૂ થાય છે. પોંગલ ૧૪ જાન્યુઆરી થી ૧૭ જાન્યુઆરી એમ ચાર દિવસનો પણ ઉજવવામાં આવે છે. આમ આ તહેવારની ઉજવણી વિશે થોડી માહિતી જુદીજુદી લખાયેલી છે.
હવે વાત કરીયે પોંગલ કેવી રીતે ઉજવે છે.
આ દિવસે લોકો વહેલા ઉઠી સ્નાન કરી ખુલ્લા આંગણમાં માટીના ચૂલા પર અથવા લાકડાના ભઠ્ઠા પર બધા ભેગા મળી ને પોંગલ (ખીર ) બનાવે છે. ત્યાર બાદ ભગવાન સૂર્ય નારાયણ ને પ્રસાદ સ્વરૂપે જમાડે છે. ત્યાર બાદ ઘરના બધા સભ્યો પ્રસાદ ના સ્વરૂપે ભોજન લે છે. આ દિવસે પુત્રી અને જમાઈ નું ઘરે સ્વાગત કરે છે. અને ત્રીજા દિવસે ખેડૂત પોતાના પાસું ને સુંદર રીતે નવડાવી ને શણગાર કરી સરઘસ કાઢે છે.
પોંગલ મનાવવાની પરંપરા દ્રવિડોના સમયથી ચાલતી આવી છે. તમિલી કેલેન્ડર અનુસાર માર્ગશિર્ષ મહિનાના છેલ્લા દિવસોમાં બોગી પોંગલ મનાવવામાં આવે છે. આ દિવસે બધાજ તમિલી પોતાના માં રહેલા જૂના વિચારો, જુનીરીતો અને મનમાં રહેલ બેકાર વાતો ને અગ્નિમાં બાળી નાખે છે. અને નવા વિચારો ને અમલમાં લાવેછે. અને ઘરને પણ પવિત્ર બનાવે છે. આ દિવસે તમિલી લોકો પોતાના બધા જ શુભકાર્યો આ દિવસે કરે છે. આ દિવસે હિન્દુ લોકો દિવાળી પર ઘર સજાવે તેવીજ રીતે તામિલ લોકો પોંગલ ના તહેવાર માં પોતાના ઘરને લાલ અને સફેદ કૉલમ થી સજાવે છે. જેમાં સફેદ રંગ વિષ્ણુનું અને લાલ રંગ લક્ષ્મીનું પ્રતિક માનવમાં આવે છે. જેથી આવા કૉલમ બનાવી લક્ષ્મી અને વિષ્ણુને આંમંત્રિત કરવામાં આવે છે. આ દિવસે ઘરમાં એવું વાતાવરણ ઊભું કરવામાં આવે છે કે નારાયણ અને લક્ષ્મી જાણે હાજરું હજાર ઘરમાં પધાર્યા હોય તેવુલાગે છે.
પોંગલ ની બીજી માન્યતા એવિ છે કે આ દિવસે સવારે તમામ ઘરે તાંબાના અથવા માટીના વાસણમાં દૂધ ઉકાળવામાં આવે છે. અને દૂધને ઉભરાવા દેવામાં આવે છે. દૂધ ઉભરાય અને બહાર આવે તેને શુભ ગણવામાં આવે છે. ત્યાર બાદ ત્રણ વાર પોંગલ , પોંગલ, પોંગલ બોલી તેમાં ચોખા નાખવામાં આવે છે. સીજનનું પહેલું અનાજ (ચોખા) આમાં નાખવામાં આવે છે. ત્યાર બાદ તેમાં ડ્રાઈફૂડ નાખવામાં આવે આવે છે. અને તેમાં સાકર નાખી પોંગલ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ ભગવાન સૂર્ય નારાયણ ને પોંગલ નો પ્રસાદ કેળાના પાંદ પર ધરાવવામાં આવે છે. તેમજ સાથે ૨૧ શાકભાજી ઑ અને શેરડી, આદું, અને સાકર નાખી પોંગલ નો ભોગ ધરાવવામાં આવેછે.
આ તહેવાર પશું સાથે સંકળાયેલ હોવાથી પશુ ની કૃતગ્નતા પ્રગટ કરવા માટે માટ્ટુ પોંગલ મંવવામાં આવે છે. આ દિવસે બળદને સ્નાન કરવી તેને શણગાર સજાવી તેની પુજા કરવામાં આવે છે. આવી રીતે અબાલ વૃદ્ધ સૌ સાથે મળી ખુશી મનાવવા માટે કાન્નમ પોંગલ મ્નવવામાં આવે છે. આ દિવસે અલગ અલગ પ્રકારની પોંગલ બનાવી લોકો સાથે બેસી ખાય છે. આથી માનવ ના મનમાં એકતાનો ભાવ પેદા કરે છે.
પોગલ એ દક્ષિણ ભારત ના તામિલનાડુ નો મહત્વનો તહેવાર જે કૃષિ તહેવાર તરીકે ઉજવાય છે. આ તહેવાર ઠંડી ના અંત માં અને વસંત ઋતુની ના આગમન પર મનાવવામાં આવે છે. જ્યારે મકર રાશીમાં સૂર્યની સંક્રાંતિ થાય છે અને ઉતરાયણ પુસ્યકાળ થાય છે. ત્યારે જ માનવામા આવે છે. આમ આ તહેવારનું ખુબ જ મહત્વ છે. અને તામિલનાડુ માં આ તહેવાર નું ખુબ જ મહત્વ છે.