પ્રભુજીને પડદામાં રાખ મા
By-Gujju20-05-2023
206 Views
પ્રભુજીને પડદામાં રાખ મા
By Gujju20-05-2023
206 Views
પ્રભુજીને પરદામાં રાખ મા, પૂજારી તારા
આતમને ઓઝલમાં રાખ મા … પૂજારી
વાયુ વિંઝાશે ને દીવડો હોલાશે તારો,
ભીતિ વંટોળિયાની ભાખ મા,
આજે ઉભો છે આ દેહ અડીખમ
બળી જશે એ તો ખાખમાં … પૂજારી
ઉડી ઉડીને પંખી આવ્યું હિમાળેથી
થાક ભરેલો એની પાંખમાં,
સાતે સમુદ્રો પાર કર્યા તોયે,
નથી ગુમાન એની આંખમાં … પૂજારી
છોને લૂંટાય તારા રતન આ આંખના
છોને લૂંટાય હીરા લાખના,
હૈયાનો હીરો તારો કોઇથી લૂંટાય ના
ખોટા હીરાને ખેંચી રાખ મા …પૂજારી
– ઇન્દુલાલ ગાંધી