Friday, 18 April, 2025

Pran Thaki Mane Vaishnav Vhala Lyrics in Gujarati

225 Views
Share :
Pran Thaki Mane Vaishnav Vhala Lyrics in Gujarati

Pran Thaki Mane Vaishnav Vhala Lyrics in Gujarati

225 Views

રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
હરનિશ એને ગાવું રે
પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
હરનિશ એને ગાવું રે
પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા

તપ તીરથ વૈકુંઠ પદ મૂકીને
મારા ભગત બોલાવે ત્યાં જાવું રે
પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા

લક્ષ્મીજી અર્ધાંગના મારી
પણ મારા સંતની દાસી રે
લક્ષ્મીજી અર્ધાંગના મારી
પણ મારા સંતની દાસી રે

અડસઠ તીરથ મારા સંતને ચરણે
અડસઠ તીરથ મારા સંતોને ચરણે
કોટિ ગંગા, કોટિ કાશી રે
પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
હરનિશ એને ગાવું રે
પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા

સંત ચાલે ત્યાં હું આગળ ચાલું
સંત સૂવે ને હું તો જાગું રે
સંત ચાલે ત્યાં હું આગળ ચાલું
સંત સૂવે ને હું તો જાગું રે

મારા સંતની રે નિંદા કરે એની
મારા સંતની નિંદા કરે એની
જિહવા સઘળી કાપું રે
પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
હરનિશ એને ગાવું રે
પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા

મારા બાંધ્યા વૈષ્ણવ છોડે જી
વૈષ્ણવ બાંધ્યા મેળ છૂટે રે
મારા બાંધ્યા વૈષ્ણવ છોડે જી
વૈષ્ણવ બાંધ્યા મેળ છૂટે રે

એક વાર મને વૈષ્ણવ બાંધે તો
એક વાર મને વૈષ્ણવ બાંધે તો
તે બંધન નવ તૂટે રે
પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
હરનિશ એને ગાવું રે
પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા

બેસીને ગાય ત્યાં ઉભો ઉભો સાંભળું
અને ઉભા ઉભા ગાય ત્યાં નાચું રે
બેસીને ગાય ત્યાં ઉભો ઉભો સાંભળું
અને ઉભા ઉભા ગાય ત્યાં હું નાચું રે

હું તો વૈષ્ણવથી રે ક્ષણ નહીં અળગો
હું તો વૈષ્ણવથી ક્ષણ નહીં અળગો
ભણે નરસૈયો સાચું રે
પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
હરનિશ એને ગાવું રે
પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા

તપ તીરથ વૈકુંઠ પદ મૂકીને
મારા ભગત બોલાવે ત્યાં જાવું રે
પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *