Sunday, 22 December, 2024

Prem Ek Vem Chhe Lyrics in Gujarati

213 Views
Share :
Prem Ek Vem Chhe Lyrics in Gujarati

Prem Ek Vem Chhe Lyrics in Gujarati

213 Views

હો દિલ તોડી ગયા છો તોડ્યા મારા સપના
બીજાના બનીને જાનુ મેલી ગયા પલમા
હવે નથી જીવવુ બેવફા ની રે યાદ મા
કોને જઈ કહું મારા દલડા ની વેદના
દલડા ની વેદના
હો દિલ ના દર્દ ની આ છે કહાની
છોડ્યો મારો સાથ તે લૂંટી જિંદગાની
દિલ ના દર્દ ની આ છે કહાની
છોડ્યો મારો સાથ તે લૂંટી જિંદગાની
મરેલા આશિક નું મુખ જોઈ જા જો
મને દફનાયા પછી ખુશીઓ મનાવજો
હો લોકો કહે  પ્રેમ છે આ પ્રેમ નથી વેમ છે
 લોકો કહે પ્રેમ છે આ પ્રેમ નથી વેમ છે
હો દિલ દર્દ ની આ છે કહાની
છોડ્યો મારો સાથ તે લૂંટી જિંદગાની

હો તને પામવાના જાનું હતા ઘણા ઓરતા
વાર તને લાગી નઈ દિલ મારૂં તોડતા
હો હાથની હથેળીમાં અમે તને રાખતા
લાજ તને આવી નઈ એમને રે રડાવતા
હો કુવામા ઉતારી વરત વાઢયા મારી સાંજણા
ખોટું બઉ કર્યું તને નડશે હાઈ સાંજણા
હો લોકો કહે  પ્રેમ છે આ પ્રેમ નથી વેમ છે
‌ જાનુ મે તો તારી કાજે ખોયુ સુખ-ચેન છે
હો દિલ ના દર્દ ની આ છે કહાની
છોડ્યો મારો સાથ તે લૂંટી જિંદગાની

હો દુનિયાની ખુશીઓ મેં ભરી તારી ગોદમા
રાત દિન મજૂરી કરી તારી કાજમા
હો જગ આખું વેરી મે તો કર્યું તારા પ્રેમમા
તોય આવું કર્યું તે જાનું મારી સાથમા
હો જો જો કોઈ ને કેતા નઈ તર  મારા પ્રેમની વાતો
ઉઠી જશે દુનિયાને પ્રેમ પર નો ભરોસો
હો  લોકો કહે પ્રેમ છે આ પ્રેમ નથી વેમ છે
જાનુ મે તો તારી કાજે ખોયુ સુખ ચેન છે

હો દિલ ના દર્દ ની આ છે કહાની
છોડ્યો મારો સાથ તે લૂંટી જિંદગાની
મરેલા આશિક નું મુખ જોઈ જા જો
મને દફનાયા પછી ખુશીઓ મનાવજો
હો લોકો કહે પ્રેમ છે આ પ્રેમ નથી વેમ છે
લોકો કહે પ્રેમ છે આ પ્રેમ નથી વેમ છે
દિલ ના દર્દ ની આ છે કહાની
છોડ્યો મારો સાથ તે લૂંટી જિંદગાની

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *