Friday, 14 March, 2025

Prem Gori Taro Lyrics in Gujarati

1356 Views
Share :
Prem Gori Taro Lyrics in Gujarati

Prem Gori Taro Lyrics in Gujarati

1356 Views

હે રાધા તારી પ્રીતડી અને કેમ કરી ભુલાય
જો ભુલાય તારી પ્રીતડી તો મારો એ મારો અવગતે જીવ જાય

પ્રેમ ગોરી તારો કેમ કરી ભુલાય ઘડીયે પડીયે મારૂં દલડું દુભાય

શાને કાજે હૈયું મારૂં જંખે તારો સંગ
મનડું મારૂં ના જાણે કે પ્રેમ બદલશે રંગ
પ્રેમ ગોરી તારો કેમ કરી ભુલાય ઘડીયે પડીયે મારૂં દલડું દુભાય

ઘાયલ મારા દલડાની ગોરી કહેવી કોને વાત
હૈયા કેરા દર્દ તણી કરવી શું ફરિયાદ
હો હૈયું મારૂં આજે ગોરલ પ્રેમ કરી પછતાય
તોય રાધા મારા મનથી તું ના વિસરાય
પ્રેમ ગોરી તારો કેમ કરી ભુલાય ઘડીયે પડીયે મારૂં દલડું દુભાય
પ્રેમ ગોરી તારો કેમ કરી ભુલાય ઘડીયે પડીયે મારૂં દલડું દુભાય

ઓ રે મારી રાધલડી તું ના જા મુજથી દૂર
વાત હૈયાની કહેવાની પ્રીત હતી મજબુર
હે દલડામાં છે યાદ તારી હોઠો પર છે નામ
તું છે મારી રાઘડીને હું છું તારો શ્યામ
પ્રેમ ગોરી તારો કેમ કરી ભુલાય ઘડીયે પડીયે મારૂં દલડું દુભાય

ઓ રે મારી સાજણા તું છે હૈયા કેરો હાર
તારે કારણ છોડ્યા મેં તો હવે ઘર બાર
હો ભવભવનો સથવારો સાજણ જનમોની છે પ્રીત
અંતરથી અળગાં કરવાની દુનિયાની છે રીત
 પ્રેમ ગોરી તારો કેમ કરી ભુલાય ઘડીયે પડીયે મારૂં દલડું દુભાય
પ્રેમ ગોરી તારો કેમ કરી ભુલાય ઘડીયે પડીયે મારૂં દલડું દુભાય

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *