Monday, 23 December, 2024

Prem Ni Majburi Lyrics in Gujarati

148 Views
Share :
Prem Ni Majburi Lyrics in Gujarati

Prem Ni Majburi Lyrics in Gujarati

148 Views

હે મને મળી લગન ની કંકોતરી મારા ભઈ
હો  મને મળી લગન ની કંકોતરી મારા ભઈ
નથી ખબર મને મારી સાજણ પરણી ગઈ

હો …હો … ચાર દાડા મારાથી નોખી શું એ થઈ
મને જીવથી વાલી મારી જાનુ પરણી ગઈ

હો કોને ખબર, કેમ ફેરવી નજર, કેમ કરી જીવાશે  એના વગર
કોને ખબર, કેમ ફેરવી નજર, કેમ કરી જીવાશે  એના વગર
હે મને ખોળે બેહાડી ખકવડાવતી રે હો રાજ
મારા માથે હેતનો હાથ રાખતી રે હો રાજ

હો …હો …મને મળી લગન ની કંકોતરી મારા ભઈ
નથી ખબર મને મારી સાજણ પરણી ગઈ
એ મને જીવથી વાલી મારી જાનુ પરણી ગઈ

હો …વિવોના વાગ્યા ઢોલ,  કેવા રે ચોઘડિયે
જાનું મારી જુદી થઈ ને આંશુ આખાડીયે
હો …મોંડાવે વાગે ઢોલ, લાગે ગોજારો
એટલું તું કહી દે શું વાંક હતો મારો
હે મને કેવાના રહી એની મજબૂરી શું થઈ
મારા હાચ પ્રેમને નજરો લાગી ગઈ

હો …હો …મને પ્રેમના પેન્ડલ આલિયા રે હો ભઈ
મેતો પેંડલના હોમેં સેન્ડલ આલિયા રે હો ભઈ
એ મને જીવથી વાલી મારી જાનું પરની ગઈ

હો …એને પામવાને કર્યા નંકોરડા નોરતા
એ હાલી ગઈ ને અમે રહ્યા એને ખોળતા
હો …એને પરણવાના રહી ગયા ઓરતા
પરની બીજા હારે અમે રહ્યા ઝુરતા
હે જ્યારે મારી યાદ એને આવશે રે હો રાજ
અડધી રાતે ઉભી કરી રોવડાવસે  હો રાજ

હો …વિધિયે કેવા વેર વાળ્યાં રે હો રાજ
મારા જનમો જનમ ના  બંધન તોડીયા રે હો રાજ
હો …હો …તારો સુખી રે જો સંસાર રે હો રાજ
કોને ખબર હવે મારું શું થાશે હો રાજ

હો …હો …મને મળી લગન ની કંકોતરી મારા ભઈ
હે  નથી ખબર જીગાની જાનું પરણી ગઈ
હે મને જીવથી વાલી મારી જાનુ પરણી ગઈ
હે  નથી ખબર મને મારી સાજણ પરણી ગઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *