Monday, 23 December, 2024

Prem Rang Lagyo Lyrics in Gujarati

158 Views
Share :
Prem Rang Lagyo Lyrics in Gujarati

Prem Rang Lagyo Lyrics in Gujarati

158 Views

હો મારા વાલા એ રસ રે રસાયો
હો મારા વાલા એ રસ રે રસાયો
પ્રીત વર્ષેને પ્રેમ રે ભીંજાયો
પ્રેમ રંગ લાગ્યો મોહે પ્રેમ રંગ લાગ્યો
પ્રેમ રંગ લાગ્યો મોહે પ્રેમ રંગ લાગ્યો

જોઈ રાધાને શ્યામ હરખાયો
સુર વાંસળીનો કેવો રેલાયો
પ્રેમ રંગ લાગ્યો મોહે પ્રેમ રંગ લાગ્યો
પ્રેમ રંગ લાગ્યો મોહે પ્રેમ રંગ લાગ્યો

હો નેનોમાં શ્યામની છબી
કાનના રૂદિયે રાધા વસી
નેનોમાં શ્યામની છબી
શ્યામની રાધા થઈ પ્રીતને મળી

જોઈ રાધાને શ્યામ હરખાયો
સુર વાંસળીનો કેવો રેલાયો
પ્રેમ રંગ લાગ્યો મોહે પ્રેમ રંગ લાગ્યો
પ્રેમ રંગ લાગ્યો મોહે પ્રેમ રંગ લાગ્યો

શ્યામ સાગરને રાધા સરીતા
અમર પ્રેમની અમર છે આ ગાથા
હૈયાથી હૈયાની દોર બાંધી કાના
કરજો પુરા કોડ તમે મોહન મળવાના

વાલો વગાડે એવી વાંસળી
વરસાવે પ્રેમની એવી વાદળી
વાલો વગાડે એવી વાંસળી
વરસાવે પ્રેમની એવી વાદળી

પ્રીત વર્ષેને પ્રેમ રે ભીંજાયો
પ્રીત વર્ષેને પ્રેમ રે ભીંજાયો
પ્રેમ રંગ લાગ્યો મોહે પ્રેમ રંગ લાગ્યો
પ્રેમ રંગ લાગ્યો મોહે પ્રેમ રંગ લાગ્યો

યાદ કરજો રાધા મળશું તમને આવી
પ્રીત કરીયે તો કરીયે રાધા જેવી
કાના તારી લગની રાધાને લાગી
પગલી દીવાની થઇ રાતો આખી જાગી

આંખોથી ના દુર રે થઈશું
શમણે વાલી તમને મળશું
આંખોથી ના દુર રે થઈશું
યાદોમાં બની યાદ રે રહીશું

મારો વાલો મને મળવાને આયો
તારો વાલો રાધા મળવાને આયો
પ્રેમ રંગ લાગ્યો મોહે પ્રેમ રંગ લાગ્યો
પ્રેમ રંગ લાગ્યો મને પ્રેમ રંગ લાગ્યો
પ્રેમ રંગ લાગ્યો મોહે પ્રેમ રંગ લાગ્યો
પ્રેમ રંગ લાગ્યો મોહે પ્રેમ રંગ લાગ્યો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *