પ્રેમ થકી અમને પ્રભુજી મળ્યા
By-Gujju30-04-2023
299 Views
પ્રેમ થકી અમને પ્રભુજી મળ્યા
By Gujju30-04-2023
299 Views
નિત્ય નિત્ય ભજીએ તારું નામ, તારું નામ,
પ્રેમ થકી અમને પ્રભુજી મળ્યા હો જી.
આણી તીરે ગંગા વ્હાલા! પેલી તીરે જમના,
વચમાં ગોકુળિયું રૂડું ગામ રે … પ્રેમ થકી.
વૃંદા તે વનના ચોકે રાસ રચ્યો છે, વ્હાલા!
સોળસે ગોપીમાં ઘેલો કાન રે … પ્રેમ થકી.
અન્ન ન ભાવે, નયણે નિંદ્રા ન આવે, વહાલા!
સે’જે પધારો સુંદરશ્યામ રે … પ્રેમ થકી.
બાઈ મીરાં કે પ્રભુ! ગિરિધરના ગુણ વહાલા!
છેલ્લી ઘડીના રામોરામ રે … પ્રેમ થકી.
– મીરાંબાઈ