પ્રેમની, પ્રેમની, પ્રેમની રે
By-Gujju30-04-2023
358 Views
પ્રેમની, પ્રેમની, પ્રેમની રે
By Gujju30-04-2023
358 Views
પ્રેમની, પ્રેમની, પ્રેમની રે;
મુને લાગી કટારી પ્રેમની રે … ટેક
જળ જમુનાનાં ભરવા ગયા’તાં;
હતી ગાગર માથે હેમની રે… મને લાગી કટારી
કાચે તે તાંતણે હરિજીએ બાંધી;
જેમ ખેંચે તેમ તેમની રે… મુને લાગી કટારી
બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર;
શામળી સૂરત શુભ એમની રે… મુને લાગી કટારી
– મીરાંબાઈ