Friday, 19 September, 2025

Premni Railgaadi Lyrics in Gujarati

176 Views
Share :
Premni Railgaadi Lyrics in Gujarati

Premni Railgaadi Lyrics in Gujarati

176 Views

હો અવળી કેમ જાય છે
અવળી કેમ જાય છે
જાનુડી તારી રેલગાડી હો …

મારા પ્રેમ નગરની હો …રેલગાડી અવળી કેમ જાય છે જાનુ
એ જુઠા તારા પ્રેમની હો …રેલગાડી અવળા પાટે જાય છે જાનુ
હો પગલી તું કોકના રવાડે ચડી છે
લવના ગાર્ડનમાં તારી નથડી જડી છે
કોકના તું પ્રેમમાં પડી છે હો …
મારા કાળજાની પગલી હો …રેલગાડી અવળી કેમ જાય છે
એ મારા પ્રેમ નગરની હો …રેલગાડી અવળા પાટે જાય છે

હો સીદને ગૌરી પ્રેમ કરી નજરો બગાડી
ક્યા પાટે હાલી તારા પ્રેમની રે ગાડી
હો …સીદને ગૌરી પ્રેમ કરી નજરો બગાડી
ક્યા પાટે હાલી ગૌરી તારી રેલગાડી
હો વારેઘડી પ્રીતના પાટા બદલાય ના
મતલબી દુનિયાના સંગે ચડાય ના
એ કોકના વાદે ચડાયના હો …
મારી મોનીતી મૌનબા હો …રેલગાડી અવળી કેમ જાય છે
મારી પાતળી પરમાર હો …રેલગાડી અવળા પાટે જાય છે

અરે વાલ કરી વાલમની વાટ ના લગાવો
કોણીએ ગોળ ચોંટાડી મને ના બનાવો
હો …એ વાલ કરી વાલમની વાટ ના લગાવો
કોણીએ ગોળ ચોંટાડી અમને ના બનાવો
વારેઘડીયે દિલના એન્જીન બદલાય ના
બગડ્યા પછી એતો રીપેરીંગ થાય ના
એ પેલા જેવું ચાલે ના હો …
મારી લાડ વાઈ લાડુડી હો …રેલગાડી અવળી કેમ જાય છે
એ આ દેવલાની ગોંડી હો …રેલગાડી અવળા પાટે જાય છે
આ દેવલાની પગલી હો …રેલગાડી અવળી કેમ જાય છે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *