Radha Na Aansu Lyrics in Gujarati | રાધાના આંસુ લિરિક્સ ગુજરાતીમાં
By-Gujju26-05-2023

Radha Na Aansu Lyrics in Gujarati | રાધાના આંસુ લિરિક્સ ગુજરાતીમાં
By Gujju26-05-2023
હજી ગોકુળમાં પડ્યા તારી રાધાના આંશુ
ગોકુળમાં પડ્યા તારી રાધાના આંશુ
ઓ મારા દ્વારિકાધીશ તમે જોયું ના પાછું
તમને શું ખબર અમે કેટલા વિલાશો
શું ખબર અમે કેટલા વિલાશો
ઓ મારા દ્વારિકાધીશ તમે જોયું ના પાછું
હો યમુના ના કાંઠે બસીને વાટ જોવે છે
તારી ગાયો આગળ જઈને રોવે છે
હજી ગોકુળમાં પડ્યા તારી રાધાના આંશુ
ગોકુળમાં પડ્યા તારી રાધાના આંશુ
ઓ મારા દ્વારિકાધીશ તમે જોયું ના પાછું
ઓ મારા દ્વારિકાધીશ તમે જોયું ના પાછું
હો સવાર પડે કાનુડો સાંજ પડે કાનુડો
તોય મળવા આવતો નથી અમને વાલીડો
હો મોરલીને મોર પીચ મેં સાચવીને રાખ્યા
લેવાના બહાને આવો હવે અમે રે થાક્યા
સાંભળ્યું કે સુદામા મળવા તને જાય છે
તારી જોડે કાના ના અમને કોઈ લઈ જાય છે
હજી ગોકુળમાં પડ્યા તારી રાધાના આંશુ
ગોકુળમાં પડ્યા તારી રાધાના આંશુ
ઓ મારા દ્વારિકાધીશ તમે જોયું ના પાછું
હો ઓ મારા દ્વારિકાધીશ તમે જોયું ના પાછું
હો છપ્પન ભોગ જમે સોનના વાટલા
ક્યાંથી યાદ આવે તને માખણના માટલા
જેના લીધે ઓળખાઈ છે ગોકુલ ગામ
પાછા આવવાનું લેતા નથી નામ
માણસને નઈ પ્રેમ ભગવાનને કર્યો છે
તોય નસીબમાં ક્યાં અમને મળ્યો છે
હજી ગોકુળમાં પડ્યા તારી રાધાના આંશુ
ગોકુળમાં પડ્યા તારી રાધાના આંશુ
ઓ મારા દ્વારિકાધીશ તમે જોયું ના પાછું
તમને શું ખબર અમે કેટલા વિલાશો
શું ખબર અમે કેટલા વિલાશો
ઓ મારા દ્વારિકાધીશ તમે જોયું ના પાછું
ઓ મારા દ્વારિકાધીશ તમે જોયું ના પાછું