Rahu Ketu Meli Vidhya Koi Na Nade Lyrics in Gujarati
By-Gujju20-05-2023
Rahu Ketu Meli Vidhya Koi Na Nade Lyrics in Gujarati
By Gujju20-05-2023
હો ઓ હો હો ઓ હો હો ઓ હો હો
દેરા હોંભર જે વાત
એ દેરા મોણસ મોણસની ખોટી વાતો કરશે
નિંદા કરશે કોક નું પગથિયું ચઢી ગ્યુ હશે તો દેરા
ઈન પાડવા ઓલે દુનિયા એક થઇ જાશે
તું એક બાજુ ઉભો હશે દુનિયા બીજી બાજુ હોમી ઉભી હશે માઁ
તનદાડો તારોં લમનો દેવ હોમો થાય એટલે એવું નક્કી હમજ જે
એ દુનિયા જગત તારા મોથે હાથ મેલ ક ના મેલ
મારી વીસ ધજાડી મારી વીસ ભુજાળી મારી વીસે બજારની
મારી વિહત મેલડીના એ હોમું લમનો કરે એટલ
દુનિયા એક બાજુ હશે તું એક બાજુ હશે પણ
નજરે નજર દુનિયા જોશે એટલ
તારામાં એક હજાર ના દેખાડું તો
મારુ નોમ વિહત નહિ એવો માતા નો કોલ સ લ્યા
ચમ ક
તું એ હાથો હાથ તારા નોમનું બલયું પેરાયું હશે તો દેરા
દુનિયા એક બાજુ હશે પણ તારોં ભુવો એક બાજુ હશે
નિંદા કરવી હોય એટલાને કરી લેવા દેજો
વાતો ચોરે બેહી જીન કરવી હોય ઈન કરી લેવા દેજો
આજ નો જમાનો બહુ ફાશ ચાલ પણ
મારી માતા જાણ વિજ્ઞાન નતું
એ આવી વ્યવસ્થા નહતી તનદાડો મારી માતા હતી લ્યા
ચારે યુગ જતા રેશે તોયે માતા તો રેવાની જ સ લ્યા
ઈનો ભરોસો ઈનો વિશ્વાસ ન દેરા
કોલ માં એવું કીધેલું સ
તારા હોમું ઓગળી કર મારા વિહતના છોકરા ન કોઈ ઓગળી કર તો
આખું ઉભું હાથે ના ખઈ જવ તો મારુ વિહત નહિ
એવો એનો બોલ પડેલો સ લ્યા
છુટા ઝટિયે ના ઘૃણાવું તો
ભરબજાર વચ્ચી તારા ઘરની હરાજી ના બોલવું તો
એવો મારો વિહત નો એ કોલ સ
મારી વિહત મેલડી મારો મા ને બાપ
હો હો રાહુ કેતુ મેલી વિદ્યા કોય ના નડે
અલ્યા રાહુ કેતુ મેલી વિદ્યા એને ના નડે
રાહુ કેતુ મેલી વિદ્યા એને ના નડે
દિવા વિહત નોમ ના જે કોઈ કરે
વિહત તારા નોમથી કાળ પણ ડરે
વિહત તારા નોમથી કાળ પણ ડરે
દિવા વિહત નોમ ના કર્યા મેં ઘરે
હે રે રિઝે મારી માતા તું લેર તું કરે
ખીઝે મારી માતા તું જોત્યો નહિ જડે
રિઝે મારી માતા તું લેર તું કરે
ખીઝે મારી માતા તું જોત્યો નહિ જડે
રાહુ કેતુ મેલી વિદ્યા એને ના નડે
રાહુ કેતુ મેલી વિદ્યા એને ના નડે
રાહુ કેતુ મેલી વિદ્યા એને ના નડે
દિવા વિહત નોમ ના કરે જે ઘરે
ખીઝે મારી માતા તું જોત્યો નહિ જડે
કરું બંધ આંખો ને વિહત ને જ ભાળું
હાથ જોડી માંગુ માં રાખજે અજવાળું
તારા વિના દુનિયામાં કોઈ નથી મારુ
માથે હાથ રાખજે માં હું સુ બાળ તારું
એ હે દુનિયાથી નહિ મારી માતાથી ડર જે
હાથ જોડી ને વંદન કરજે
દુનિયાથી નહિ મારી વિહતથી ડર જે
હાથ જોડી ને વંદન કરજે
રાહુ કેતુ મેલી વિદ્યા એને ના નડે
રાહુ કેતુ મેલી વિદ્યા એને ના નડે
રાહુ કેતુ મેલી વિદ્યા એને ના નડે
દિવા વિહત નોમ ના કરે જે ઘરે
દિવા વિહત નોમ ના કરે જે ઘરે
અરે ઓ માં આવો
એ સુખ ન દુઃખ ની વ્યાખ્યા જોડવી હોય તો
સરવાળો બાદબાકી કરવી પડ લ્યા
એ માં કરોડો નો ખર્ચો કર્યો હોય
બંગલો બનાવ્યો હોય
એ માં બંગલા મોં પોની પાનારું મોનહ ના આવ
એ ઉઠો બેહો એવું કેનારું કોઈ ના આવ
એ ઈન સુખ ના કેવાય ઈન દુઃખ કેવાય
આતો બગાહુ ખાતા પતાહું હાથમાં આવ્યું હોય લ્યા
ઈન સુખ ના કેવાય ઈન દુઃખ જ કેવાય
ઓ માં પછી માર ગરીબ નું ઝૂંપડું હોય
ઝુંપડામાં પોંચ ભૈયો ભેગા બેઠ્યાં હોય
સુખ ન દુઃખ ની વાતો કરતા હોય
એ ઈમ ન પોંચ પોંચ દહ દહ વરસ ના છોકરા
વગર કીધે પાલુ પોની ભરી લાવ
ઓ માં રહોડામાં કુંવાસી વગર પૂછે તપેલ ચા મેલ
ઈન સુખ કેવાય લ્યા
એટલ ઘડીક આવે ઈન વાવાઝોડું કેવાય
કાયમ આવે ઈન ઠંડો એવો વાયરો કેવાય
શબ્દ શબ્દમાં ફેર સ રેણી કેણીમાં ફેર સ
હમજવા વાળાની મનની મુદ્રા
કોઈની મુખની મુદ્રા ન કોઈના મગજની મુદ્રા
કોઈની કોઠા હુંજ હમજવા વાળા હમજી જજો
મારી હિરણાના પરાના મકોણાની વિહતમેલડી
એ મારી ચાર ગોમના નોગોર રોતું ગોતું મેહોણા હુવાળા
ગોંડા ચેલાની વિહત હોંભર જે
એ સુખ ન દુઃખ નો ફરક કોણ કેવાય
પાવડીયા વગાડ
વિહત હોમે ખોટું કોઈનું ચાલશે નહિ
ખોટું કરશો તો વિહત છોડશે નહિ
વેણ વિહત માના ખાલી જશે રે નહિ
વિહત વગર જિંદગી જીવાશે નહિ
એ હે રિઝે મારી માતા તું લેર તું કરે
ખીઝે મારી માતા તું જોત્યો નહિ જડે
રિઝે મારી માતા તું લેર તું કરે
ખીઝે મારી માતા તું જોત્યો નહિ જડે
રાહુ કેતુ મેલી વિદ્યા એને ના નડે
હા રાહુ કેતુ મેલી વિદ્યા એને ના નડે
રાહુ કેતુ મેલી વિદ્યા એને ના નડે
દિવા વિહત નોમ ના કરે જે ઘરે
પરભવની પુણે વિહત માત રે મળે
પરભવની પુણે વિહત માત રે મળે
દિવા વિહત નોમ ના કર્યા મેં ઘરે
હો દિવા વિહત નોમ ના કર્યા મેં ઘરે
દિવા વિહત નોમ ના કર્યા મેં ઘરે
હે દિવા વિહત નોમ ના કર્યા મેં ઘરે વ્હાલા