Sunday, 22 December, 2024

રાજા ભગીરથ અને ગંગા અવતરણ

276 Views
Share :
રાજા ભગીરથ અને ગંગા અવતરણ

રાજા ભગીરથ અને ગંગા અવતરણ

276 Views

ભગીરથ અયોધ્યાના ઈશ્વાકુ વંશના રાજા હતાં. એ અંશુમાનના પૌત્ર અને રાજા દિલીપના પુત્ર હતાં. સગર પછી એમનો પુત્ર અંશુમાન રાજા થયો અંશુમાન પોતાનાં પુત્ર દિલીપને રાજ્ય ભાર સોંપીને ગંગાને પૃથ્વી પર લાવવાંની ચિંતામાં રહેતાં હતાં.

એમણે ઘોર તપસ્યા કરીને પોતાનું શરીર ત્યાગી દીધું. રાજા દિલીપને ગંગાને પૃથ્વી પર લાવવાનો કોઈ માર્ગ સુઝ્યો નહીં અને કોઈ વિચાર એમને એ બાબતમાં સુઝ્યો નહીં અને એમા ને એમાં એ બીમાર પડી ગયાં અને સ્વર્ગ સિધાવી ગયાં. રાજા ભગીરથ સામે પોતાનાં પિતામહનું વચન અમે પોતાના પિતાનું તપ હતું. અને એમણે મનોમન તપ કરવાનો નિશ્ચય કયો !!!!
પોતાની કઠીન સાધના અને તપસ્યાના બળ પર એમણે ભગવાન શિવને પ્રસન્ન કર્યાં અને એમની સહાયતાથી ગંગાને પૃથ્વી પર લાવવામાં સફળ થયાં !!!!

બ્રહ્માજી દ્વારા પ્રાપ્ત વરદાન 

રાજા ભગીરથ પુત્ર હીંન હતાં એમણે પોતાનું રાજપાટ મંત્રીઓને સોંપીને અને સ્વયં ગોકર્ણ તીર્થમાં જઈને ઘોર તપસ્યા કરવા લાગ્યાં. બ્રહ્માજીએ પ્રસન્ન થઈને એને બે વરદાન માંગવાનું કહ્યું. એમને એ બે વરદાન માંગ્યા.
[૧] એક તો એ કે ગંગાજળ ચઢાવીને પિતૃઓને સ્વર્ગ પ્રાપ્ત કરાવે અને
[૨] એમનાં કુળની સુરક્ષા કરવાંવાળો એક પુત્ર પ્રાપ્ત થાય !!!!
બ્રહ્માજીએ પ્રસન્ન થઈને આ બંને વરદાન રાજા ભગીરથને આપ્યાં. સાથે એપણ કહ્યું કે ગંગાનો વેગ એટલો બધો છે કે પૃથ્વી એ સંભાળી નહીં શકે !!!

આ સમયે શંકર ભગવાન ની સહાયતા લેવી પડશે !બ્રહ્માજી દેવતાઓ સહિત પાછાં જતાં રહ્યાં પછી પણ પોતાનાં અંગુઠા પર ઊભાં રહીને એક વર્ષ સુધી તપસ્યા કરી. ભગવાન શંકરે પ્રસન્ન થઈને ગંગાજીને પોતાના મસ્તિષ્કમાં ધારણ કર્યાં !!!! ગંગાને પોતાના વેગ પર અભિમાન હતું. એને એમ હતું કે એના એ વેગથી શિવજી પાતાળ પહોંચી જશે !!! શિવજીએ આ જાણ્યાં પછી એને પોતાની જટામાં સમાવી લીધી, અને એ વર્ષો સુધી એ જટાઓમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધતી રહી !!!!

ધરતી પર ગંગાજીનું અવતરણ 

રાજા ભગીરથે ફરી પાછી તપસ્યા કરી. શિવજીએ પ્રસન્ન થઈને એને બિંદુસર તરફ છોડી. એ સાત ધારાઓનાં રૂપે પ્રવાહિત થઇ ……. હ્રદિની, પાવની , અને નલિની પૂર્વ દિશા તરફ સુચક્ષુ, સીતા અને અને મહાનદી સિંધુ પશ્ચિમ દિશા તરફ આગળ વધી. સાતમી ધારા રાજા ભગીરથની અનુગામીની બની !!! રાજા ભગીરથ ગંગામાં સ્નાન કર્યા પછી,પવિત્ર બન્યા અને પોતાનાં દિવ્ય રથમાં બેસીને ચાલ્યા ગયા. ગંગાજી એમની પાછળ પાછળ ચાલ્યાં. માર્ગમાં અભિગામિનીના જળથી જહૂ મુનિની યજ્ઞશાળા વહી ગઈ !!!

આનાથી ક્રોધિત થઈને મુનીએ સંપૂર્ણ ગંગાજળ પી લીધું !!! ગુસ્સામાં મુનીએ સમગ્ર ગંગા પાણી પી લીધું. આનાથી ચિંતિત સમસ્ત દેવતાઓએ જુહૂમુનિનું પૂજન કર્યું. તથા ગંગાને એમની પુત્રી કહીને એની ક્ષમાયાચના કરી. જુહું એ કાનનો માર્ગથી ગંગા વહાવી બહાર નીકાળી. ત્યારથી ગંગા જુહૂસુતા જાહ્નવી કહેવાવા લાગી !!!! રાજા ભગીરથની પાછળ પાછળ ચાલીને ગંગા સમુદ્ર સુધી પહોંચી. ભગીરથ એમને રસાતલ લઇ ગયાં તથા પિતૃઓની ભસ્મથી સિંચિતકરીને તેમને પાપ મુક્ત કર્યાં !!!! બ્રહ્મા્માજી ખુશ થયા અને કહ્યું- “ઓ ભગીરથ, જ્યાં સુધી સમુદ્ર હશે ત્યાં સુધી તમારા પૂર્વજોને દેવો ગણવામાં આવશે અને ગંગાને તમારી દીકરી તરીકે ઓળખવામાં આવશે અને તેને ભગિરથી તરીકે નામ આપવામાં આવશે. તે જ સમયે, તે ત્રણ પ્રવાહોમાં પ્રવાહ કરશે, તેથી ત્રિપગથા કહેવાશે.”

મહાભારત અનુસાર 

ભગીરથ અંશુમાનનો પૌત્ર અને દિલીપના દીકરા હતા. જ્યારે ખબર પડી કે તેના પૂર્વજો (સગરાના સાઠ હજાર પુત્રો) ને સદગતિત્યારેજ મળશે, જ્યારે તેઓ ગંગાજળનો સ્પર્શ પ્રાપ્ત કરે. તો અત્યંત અધિરતાથી પોતાનું રાજ્ય મંત્રીઓને સોંપીને રાજા ભગીરથ હિમાલય જતાં રહ્યાં !!!! ત્યાં એમણે તપસ્યા કરીને ગંગાને પ્રસન્ન કરી. ગંગાજીએ કહ્યું ” એ તો સહર્ષ પૃથ્વી પર અવતરિત થઇ જશે. પણ મારાં વેગને ભગવાન શિવ જ રોકી શકશે …… અન્ય કોઈ નહીં !!!!” અત: ભગીરથે પુન : તપસ્યા પ્રારંભ કરી. શિવે પ્રસન્ન થઈને ગંગાના વેગને રોકવાની સ્વીકૃતિ આપી દીધી !!!! ગંગા ભૂતલ પર અવતરિત થતા પહેલાં હિમાલયમાં ભગવાન શંકરની જટાઓમાં ઉતરી ……. ત્યાં વેગ શાંત થઈ જવાથી એ પૃથ્વી પર અવતરિત થઇ તથા ભગીરથ નું અનુસરણ કરીને સુખા સમુદ્ર સુધી પહોંચી !!!! જેનું જળ અગત્સ્ય મુનિએ પણ પી લીધું હતું. એ સમુદ્રને ભરી દઈને ગંગાએ પાતાળ સ્થિત સગરના સાઈઠ હજાર પુત્રોનો ઉદ્ધાર કર્યો !!! ગંગા સ્વર્ગ,પૃથ્વી અને પાતાળનો સ્પર્શ કરવાને કારણે ત્રિપગથા કહેવાઈ !!!! ગંગાને ભગીરથે પોતાની પુત્રી બનાવી દીધી !!!!

રાજા ભગીરથે ૧૦૦ અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન કર્યું હતું. એમનાં આ મહાન યજ્ઞમાં ઈન્દ્રદેવ સોમપાન કરીને મદમસ્ત થઇ ગયાં હતાં. ભગીરથે ગંગા કિનારે બે સુવર્ણ ઘાટોનું નિર્માણ કરાવ્યું હતું. એમણે રથમાં બેઠેલી અનેક સુંદર કન્યાઓ ધન -ધાન્ય સહિત બ્રાહ્મણોને દાન સ્વરૂપ આપી દીધી. ગંગા એમની પુત્રી હોવાના કારણે ભાગીરથી કહેવાઈ !!!! રાજા ભગીરથના સંકલ્પ કાલિક જળપ્રવાહથી આક્રાંત થઈને ગંગા રાજાની ગોદમાં જઈને બેઠી !!!! ત્યારથીજ ગંગા રાજા ના ઉરુ (જંઘા) પર બેસવાને કારણે ઉર્વશીના નામથી વિખ્યાત થઇ !!!!

શિવપુરાણ અનુસાર 

રાજા સગરની બે રાણીઓ હતી – સુમતિ અને કેશિની બંનેએ અર્જમુનિને ખુશ કર્યા. સુમતિએ સાઈઠ હજાર પુત્રો માંગ્યા અને કેશિનીએ એક પુત્ર માંગ્યો. આ રીતે, કેસિનીના પુત્રનું નામ પંચજન્ય (અસમંજસ ) પડ્યું. પછી અંશુમાન, દિલીપ, ભગીરથ-પુત્ર, પૌત્ર, પ્રપૌત્રનો જન્મ થયો. ભીગીરથે તાપથી ગંગાને પ્રસન્ન કરી. પછી તપસ્યાથી સદાશિવને પ્રસન્ન  કર્યાં કે “તેઓ પૃથ્વી પર ઉતરતી ગંગાના વેગને ગ્રહણ કરી લે !!!” શિવજીની જટાઓમાં ગંગા વિલીન થઇ ગઈ. તપશ્ચર્યાથી સદાશિવને પ્રસન્ન કર્યાં તો તેમણે પોતાની જટાને ને સંકોરી અને તેમાં સમાવી દીધી. જેનાથી તારણ બુંદ જળ જ દેખાઈ દીધું. એક બુંદ ધારા બનીને પાતાળ તરફ જતી રહી
બીજી ધારા આકાશની તરફ અને ત્રીજી ધારા ભાગીરથીના રૂપમાં ભગીરથ પાછળ – પાછળ ત્યાં પહોંચી જ્યાં સગરના સાઈઠ હજાર પુત્રોની ભસ્મ હતી. જળના સ્પર્શથી તેઓ મુક્ત થઇ ગયાં !!! રાજા દિલીપ ગંગાને પૃથ્વી પર લાવવાં માંગતા હતાં, કિન્તુ એ તપોભૂમિમાં જ મૃત્યુ પામ્યાં. એમની એ આકાંક્ષાની પૂર્તિ રાજા ભગીરથે કરી !!!!

આટલાં જ માટે મુશ્કેલમાં મુશ્કેલ કાર્ય પૂર્ણ કરવાં માટે એક શબ્દ પ્રચલિત બન્યો છે.
ભગીરથ કાર્ય
ગંગાજીને પૃથ્વી પર લાવવાં માટે સમસ્ત ભારતીયજન રાજા ભગીરથનું સદાય ઋણી રહેશે !!!!

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *