રાજીવ ગાંધી
By-Gujju11-09-2023
રાજીવ ગાંધી
By Gujju11-09-2023
પુરસ્કાર ભારત રત્ન સને ૧૯૯૧ માં રાજીવગાંધી ૨૦ ઓગસ્ટ, સને ૧૯૪૪ ના રોજ બોમ્બે, બોમ્બે પ્રેસિડેન્સી, બ્રિટિશ ભારત હવે, મુંબઇ, મહારાષ્ટ્ર, માં થયો હતો તેમના માતા ઇન્દિરાબેન ગાંધી ને પિતા ફિરોજ ગાંધી. માતા ૩૧ ઑક્ટોબર ૧૯૮૪ની સવારે, તેમની માતાના બે અંગરક્ષકોએ તેમની માતાની હત્યા કરી હતી; તે દિવસે પાછળથી, ગાંધીને વડા પ્રધાન નિયુક્ત કરવામાં આવ્યા હતા.રાજીવ ગાંધી એક ભારતીય રાજકારણી હતા, જેમણે ૧૯૮૪થી ૧૯૮૯ સુધી ભારતના છઠ્ઠા વડા પ્રધાન તરીકે સેવા આપી હતી ૪૦ વર્ષની ઉંમરે સૌથી નાના ભારતીય વડાપ્રધાન બન્યા હતા જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલા હતા. તેમના બાળપણ દરમિયાન, તેમના દાદા જવાહાર નહેરુ વડાપ્રધાન હતા તેમણે રાજીવને યુનાઈટેડ કિંગડમમાં અભ્યાસ માટે મોકલ્યા હતા અને ૧૯૬૬માં તેઓ ભારત પરત ફર્યા હતા અને રાજ્યની માલિકીની ઇન્ડિયન એરલાઇન્સના વ્યાવસાયિક પાયલોટ બન્યા.
૧૯૬૮માં તેમણે સોનિયા ગાંધી સાથે લગ્ન કર્યા ૧૯૬૮માં તેમણે દિલ્હીમાં પોતાનાં બાળકો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે જીવનમાં સ્થાયી થયા હતા ૧૯૭૦ના દાયકામાં, તેમના માતા ઈન્દિરા ગાંધી વડાપ્રધાન હતા અને તેમના ભાઇ સંજય ગાંધી સાંસદ હતા તેમ છતાં, રાજીવ ગાંધી રાજકારણથી દૂર રહ્યા હતા. ૧૯૮૦ના દાયકામાં વિમાન દુર્ઘટનામાં સંજયગાંધી નું અવસાન થયા પછી, ગાંધીજીએ અનિચ્છાએ ઈન્દિરાજીના આદેશથી રાજકારણમાં પ્રવેશ કર્યો. ભાઈની સાંસદ બેઠક અમેઠી જીતી હતી ને લોકસભાના સભ્ય બન્યા હતા૧૯૮૨ એશિયાઇ રમતોત્સવના આયોજનમાં તેને નોંધપાત્ર જવાબદારી આપવામાં આવી હતી.માતાની હત્યા પછી ના દિવસો બાદ રાજીવ ગાંધીને વડાપ્રધાન પદ માટે નિયુક્ત કરવામાં આવ્યા. રાષ્ટ્રવ્યાપી સહાનુભૂતિને કારણે કોગ્રેસ પક્ષે અત્યાર સુધીના સૌથી મોટી લોકસભાની બહુમતી મેળવી ૫૪૨ બેઠકોમાંથી ૪૧૧ બેઠકો મળી હતી.રાજીવ ગાંધીના કાર્યકાળમાં વિવાદો થયા હતા જેમાં ૧૯૮૮માં તેમણે માલદીવ્સમાં બળવાને દબાવી દીધો હતો અને LTTE જેવામોટા આતંકવાદી તમિલ જૂથોનો વિરોધ કર્યો હતો અને પછી ૧૯૮૭માં શ્રીલંકામાં શાંતિ સેના મોકલીને લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ (LTTE) સાથે સંઘર્ષ ખોલવા તરફ દોરી ગયા હતા. ૧૯૮૭ના મધ્યમાં બોફોર્સ કૌભાંડમાં તેમની ભ્રષ્ટાચાર મુક્ત છબીને નુકસાન થયું હતું અને ૧૯૮૯ની ચૂંટણીમાં તેમના પક્ષને મોટી હાર જોવા મળી હતી.
૧૯૯૧ની ચૂંટણી સુધી રાજીવ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ રહ્યા હતા. જ્યારે તેઓ ચૂંટણીઓ માટે ઝુંબેશ ચલાવી રહ્યા હતા, ત્યારે તેમને LTTE દ્વારા આત્મઘાતી બોમ્બર દ્વારા હત્યા કરવામાં આવી હતી. ૧૯૯૧માં ભારત સરકારે મરણોત્તર ગાંધીને ભારત રત્ન, દેશના સર્વોચ્ચ નાગરિક પુસ્કાર એનાયત કર્યો હતો. ૨૦૦૯માં ઇન્ડિયા લીડરશિપ કોન્ક્લેવમાં, આધુનિક ભારતના ક્રાંતિકારી નેતા પુરસ્કાર
રાજીવ ગાંધીને મરણોત્તર આપવામાં આવ્યો હતો.
આધુનિક વિચારધારા અને નિર્ણાયક મિજાજ ધરાવતા રાજીવ ગાંધી વિશ્વની અતિ આધુનિક ટેક્નોલોજીથી પરિચીત હતા. તેમણે વારંવાર કહ્યું હતું. ભારત દેશની એકતા અને અખંડિતતા કાયમ અખંડ રાખવા ઉપરાંત એક હેતુ તે દેશને 21મી સદીમાં પ્રવેશ કરાવવાનો રહેશે.
૩૧ ઓક્ટોબર 1984 થી ૩૧ ડિસેમ્બર 1984 દિવસ 62 સુધી અને ત્યાર બાદ ૩૧ ડિસેમ્બર 1984 થી ૨ ડિસેમ્બર 1989 દિવસ (અંદાજે) 337 એટલે કે એક ટર્મ પૂર્ણ કરી. એએમ તેમણે 5 વર્ષ ને 32 દિવસ સુધી ભારત ના વડાપ્રધાન રહ્યા. તેના કાર્ય કાળ દરમિયાન જ્ઞાની ઝૈલસિંઘ ભારતના સાતમા રાષ્ટ્રપતિ હતા.
રાજીવ ગાંધીના કાર્યકાળમાં અનેક એવાં સૈન્ય ઓપરેશન સફળ રહ્યાં જેમાં ભારતને જીત મળી હતી.
13 એપ્રિલ, 1984નાં રોજ કાશ્મીરમાં સિયાચિન ગ્લેશિયર પર કબજા માટે સશસ્ત્ર દળોનું એક અભિયાન શરૂ કરાયું હતું. જેને ઓપરેશન મેઘદૂત નામ આપવામાં આવ્યું હતું. આ સૈન્ય ઓપરેશનમાં ભારતીય સેનાના જવાનોએ સિયચિનની હાડકાં ગાળતી ઠંડી વચ્ચે પાકિસ્તાનને ઘૂંટણિયા ટેકવવા પર મજબૂર બનાવી દીધા હતા . ભારતીય સેના માટે આ સૌથી મોટું ઓપરેશન હતું.આ ઓપરેશનનો પ્રારંભ 1987માં થયો હતો. ભારતીય સશસ્ત્ર દળોએ તેનું કોડ નામ ‘ઓપરેશન રાજીવ’ આપ્યું હતું.
ઓપરેશન પવનઃઆ ઓપરેશનની શરૂઆત પણ 1987માં થઈ હતી.ભારતીય શાંતિ દળ IPKFએ તેનું કોડનામ ‘ઓપરેશન પવન’ આપ્યું હતું. આ યુદ્ધ શ્રીલંકામાં થયું હતું જેમાં ભારતના ભાગે જીત આવી હતી. ઓપરેશન વિરાટઃ1988માં થયો હતો.ભારતીય શાંતિ દળ IPKFએ તેનું કોડ નામ ‘ઓપરેશન વિરાટ’ રાખ્યું હતું. આ યુદ્ધ પણ શ્રીલંકામાં થયું હતું. આ ઓપરેશનમાં પણ ભારતને જીત મળી હતી.
ઓપરેશન ત્રિશૂલઃપ્રારંભ 1988માં થયો હતો. IPKFએ આ ઓપરેશનનું કોડ નામ ત્રિશૂલ રાખ્યું હતું. આ યુદ્ધ પણ શ્રીલંકામાં થયું હતું.આમાં પણ ભારતને જીત મળી હતી.
ઓપરેશન ચેકમેટઃપણ 1988માં થયો હતો. IPKFએ તેનું કોડ નામ ‘ઓપરેશન ચેકમેટ’ આપ્યો હતો. આ યુદ્ધ આ ઓપરેશન ભારતીય શાંતિ દળ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું. જેનો ઉદ્દેશ્ય લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઇલમનો બહિષ્કાર કરવાનો હતો. આ યુદ્ધમાં જીત મળી હતી.
ઓપરેશન કેકટસઃસને 1988માં મોમૂલ અબ્દુલ ગયૂમ માલદીવના રાષ્ટ્રપતિ હતા, આ દરમિયાન શ્રીલંકાના વિદ્રોહીઓ મદદથી માલદીવમાં વિદ્રોહનો પ્રયાસ કરાયો હતો. રાષ્ટ્રપતિ ગયૂમે પાકિસ્તાન, શ્રીલંકા તેમજ અમેરિકા સહિત અનેક દેશોને મદદ માટે સંદેશ મોકલ્યાં હતા. કોઈપણ બીજો દેશ મદદ માટે હાથ લંબાવે તે પહેલાં ભારતના તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ માલદીવને મદદ માટે તૈયારી દાખવી હતી. બાદ ઓપરેશન કેક્ટસ’નો પ્રારંભ થયો હતો. શરૂઆત વર્ષ 1988માં કરાઈ હતી. માલદીવમાં વિદ્રોહીઓના ખાત્મા માટે ભારતીય સેનાએ અહીં યુદ્ધ કર્યું જેની પૂરી દુનિયામાં પ્રશંસા થઈ હતી. આ યુદ્ધનું સ્થાન હિંદમહાસાગર માલદીવ હતું. 1988ના તે સમયમાં જ્યારે ભારતની રાજીવ ગાંધી સરકારે માલદીવના પહેલાં રાજકીય ધર્મ સંકટમાં સંકટમોચકની ભૂમિકા ભજવી હતી.
આ તમામ ઓપરેશન રાજીવ ગાંધીના કાર્યકાળ દરમિયાન સફળ રહ્યાં હતા. તે વર્ષ 1984થી 1989 સુધી આ કાર્ય કાળ માં દેશના વડાપ્રધાન રહ્યાં હતા.
આમ રાજીવ ગાંધી ના સમય માં ભારતે ઘણા યુદ્ધ કાર્ય અને ભવ્ય સફળતા મેળવી……