Saturday, 28 December, 2024

Rakhadi No Nathi Koi Mol Lyrics in Gujarati

113 Views
Share :
Rakhadi No Nathi Koi Mol Lyrics in Gujarati

Rakhadi No Nathi Koi Mol Lyrics in Gujarati

113 Views

હો રાખડીનો નથી કોઈ મોલ
હો રાખડીનો નથી કોઈ મોલ
આ સગપણનો નથી કોઈ તોલ
હો રાખડીનો નથી કોઈ મોલ
આ સગપણનો નથી કોઈ તોલ
મારી બેનડી છે આખા જગમાં અણમોલ
મારી બેનડી છે આખા જગમાં અણમોલ

હો રાખડીનો નથી કોઈ મોલ
આ સગપણનો નથી કોઈ તોલ
હો રાખડીનો નથી કોઈ મોલ
આ સગપણનો નથી કોઈ તોલ
મારો ભઇલો છે આખા જગમા અણમોલ
મારો ભઇલો છે આખા જગમા અણમોલ

હો નાના નાનપણ થી રાખડી હું બાધું
વીરા ની રક્ષા માટે દુઆ ઓ માંગુ
હો બેનડીને ભઇલો વાલો વાલો લાગે
એને જોઈને મારા દુઃખડા ઓ ભાગે
અજવાળું ફેલાવે ચારે કોર
મારો ભઇલો છે આખા જગમા અણમોલ
મારો ભઇલો છે આખા જગમા અણમોલ

હો નથી કોઈ સ્વાર્થ કે નથી કોઈ ઈર્ષા
ઝરમર સ્નેહની થાય કાયમ વર્ષા
હો અધૂરા ના રહી જાય બેની તારા ઓરતા
આશા પુરી કરવા માટે પાછા ના પડતા
ના ફુલ્કા હાલરડાંની દોર
મારી બેનડી છે આખા જગમાં અણમોલ
મારી બેનડી છે આખા જગમાં અણમોલ

જો જો આ બેનડી નું દિલના તૂટે
બેનડીથી કોઈ એનો ભાઈ ના રૂઠે
રાખડીની દોરનો છેડો ના છૂટે
હશે એના આષિશ તો કાંઈ ના ખૂટે
મારી બેનડી છે આખા જગમાં અણમોલ
મારો ભઇલો છે આખા જગમાં અણમોલ

રાખડીનો નથી કોઈ મોલ
આ સગપણ ન નથી કોઈ તોલ
હો રાખડીનો નથી કોઈ મોલ
આ સગપણનો નથી કોઈ તોલ
મારી બેનડી છે આખા જગમાં અણમોલ
મારો ભઇલો છે આખા જગમાં અણમોલ
હો મારી બેનડી છે આખા જગમાં અણમોલ
હો મારો ભઇલો છે આખા જગમાં અણમોલ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *