Sunday, 22 December, 2024

Rakhna Ramakda Mara Rame Lyrics ગુજરાતી માં | Master Rana | Dekh Tamasha Lakdi Ka

239 Views
Share :
Rakhna Ramakda Mara Rame Lyrics ગુજરાતી માં | Master Rana | Dekh Tamasha Lakdi Ka

Rakhna Ramakda Mara Rame Lyrics ગુજરાતી માં | Master Rana | Dekh Tamasha Lakdi Ka

239 Views

રાખનાં રમકડાં, રમકડાં
મારા રામે, મારા રામે રમતાં રાખ્યાં રે
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે
રાખનાં રમકડાં
રાખનાં રમકડાં, રમકડાં
મારા રામે, મારા રામે રમતાં રાખ્યાં રે
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે
રાખનાં રમકડાં

બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યું
નિત નિત રમત્યું માંડે
બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યું
નિત નિત રમત્યું માંડે
આ મારું, આ તારું, કહીને
આ મારું, આ તારું, કહીને એકબીજાને ભાંડે રે
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે
રાખનાં રમકડાં

કાચી માટીની કાયા માથે માયા કેરા રંગ લગાયા
રંગ લગાયા
કાચી માટીની કાયા માથે માયા કેરા રંગ લગાયા
ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો
ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વીંઝણલા વીંઝાયા રે
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે
રાખનાં રમકડાં

અંત અનંતનો તંત ન તૂટ્યો રમત અધૂરી
રમત અધૂરી રહી
અંત અનંતનો તંત ન તૂટ્યો રમત અધૂરી
રમત અધૂરી રહી
તનડા ને મનડાની વાતો
તનડા ને મનડાની વાતો આવી એવી ગઇ રે
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે
રાખનાં રમકડાં

રાખનાં રમકડાં, રમકડાં
મારા રામે, મારા રામે રમતાં રાખ્યાં રે
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે
રાખનાં રમકડાં
રાખનાં રમકડાં, રમકડાં
મારા રામે, મારા રામે રમતાં રાખ્યાં રે
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે
રાખનાં રમકડાં.

English version

Rakhna ramakada, ramakda
Mara rame, mara rame ramta rakhya re
Mutyulokni matimathi manav kahine bhakhya re
Rakhna ramakada
Rakhna ramakda, ramakda
Mara rame, mara rame ramta rakhya re
Mutyulokni matimathi manav kahine bhakhya re
Rakhna ramakda

Bole dole roj ramakda, nit nit ramtyu
Nit nit ramtyu mande
Bole dole roj ramakda, nit nit ramtyu
Nit nit ramtyu mande
Aa maru, aa taru kahine
Aa maru, aa taru kahine aekbijane bhande re
Mutyulokni matimathi manav kahine bhakhya re
Rakhna ramakda

Kachi matini kaya mathe maya kera ranga lagaya
Rang lagaya
Kachi matini kaya mathe maya kera ranga lagaya
Dhigali dhigaliae ghar mandya tya to
Dhigali dhigaliae ghar mandya tya to vinzanla vinzaya re
Mutyulokni matimathi manav kahine bhakhya re
Rakhna ramakda

Ant anantno tant na tutyo ramat adhuri
Ramat adhuri rahi
Ant anantno tant na tutyo ramat adhuri
Ramat adhuri rahi
Tanda ne mandani vato
Tanda nemandani vato aavi aevi gai re
Mutyulokni matimathi manav kahine bhakhya re
Rakhna ramakda

Rakhna ramakada, ramakda
Mara rame, mara rame ramta rakhya re
Mutyulokni matimathi manav kahine bhakhya re
Rakhna ramakada
Rakhna ramakada, ramakda
Mara rame, mara rame ramta rakhya re
Mutyulokni matimathi manav kahine bhakhya re
Rakhna ramakada.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *