Sunday, 22 December, 2024

રક્ષા બંધન 

165 Views
Share :
રક્ષા બંધન 

રક્ષા બંધન 

165 Views

મારો ભાઇ બહુ મોટો, એનો જડશે ના જગજોટો;
નાનો છો ને આજ દીસે, પણ કાલે થશે એ મોટો;
જગની અંદર ફૂલવાડીમાં, ખીલશે થઇ ગલગોટો !
अनेन विधिना यस्तु रक्षाबंधं समाचरेत् ।
स सर्वदोष रहितः सुखी संवत्सरं भवेत् ॥

શ્રાવણ મહિનાની પૂર્ણિમા તિથિના દિવસે રક્ષાબધનનો તહેવારફક્ત ભારતમાં જ નહી પણ દુનિયામાં જ્યા પણ ભારતીય લોકો રહે છે તેઓ હર્ષ ઉલ્લાસથી ઉજવે છે.
ભારત તહેવારોનો દેશ છે. તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારોઉજવીએ છીએ. તેમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે. રક્ષાબંધન એટલે ભાઈ તેનું બીજુ નામ ‘બળેવ’ છે.રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમે આવે છે. તે દિવસે બહેન ભાઇને તિલક કરે છે અને રાખડી બાંધે છે અને મીઠાઇ ખવડાવે છે.ભાઇ બહેનને ભેટ આપે છે.

રક્ષાબંધન ભાઈ-બહેનના હર્ષ અને સ્નેહનું પર્વ છે. ભારતના મુખ્ય તહેવારની અંદર આ રક્ષાબંધનનો પણ સમાવેશ થાય છે. માત્ર આ એક જ એવો તહેવાર છે જે દિવસે બહેનનું વધારે મહત્વ હોય દેશના દરેક પ્રાંત ની અંદર આ તહેવારને ઉજવવામાં આવે છે પરંતુ તેની ઉજવાવાની રીત અને તેનું નામ અલગ હોય છે. ઉત્તર ભારતની અંદર કંજરી-પૂર્ણિમાના નામથી ઉજવાય છે ત્યાં પશ્ચિમમાં આને નારિયેળી પૂર્ણિમાના નામથી ઉજવવામાં આવે છે.
1, રાજા પોરસ અને મહાન યોદ્ધો સિકંદરની વચ્ચે યુદ્ધ થયું હતું ત્યારે સિકંદરની પત્નીએ પોરસની રક્ષા માટે તેના હાથે રક્ષાસુત્ર બાંધ્યું હતું તેને પણ રક્ષા-બંધનનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે.
2, ચિત્તોડની રાણી કર્માવતીએ બહાદુરશાહની સામે હુમાયુની રક્ષા માટે તેને રાખડી બાંધી હતી.
3,નોબલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરે બંગાળના વિભાજન બાદ હિંદુઓ અને મુસલમાનોને એક થવા એકબીજાના હાથ પર રક્ષા-સુત્ર બાંધવાનો આગ્રહ કર્યો હતો.
4, સ્વર્ગના દેવતા ઈંદ્ર જ્યારે રાક્ષસોની સામે પરાજીત થયા હતાં ત્યારે ઈંદ્રાણીએ તેમને રક્ષાસૂત્ર બાંધ્યુ હતું.
5, એક વખત ભગવાન શ્રી કૃષ્ણ શેરડી ખાઈ રહ્યાં હતાં ત્યારે શેરડી તેમની આંગળી પર વાગી આ જોઈને દ્રૌપદીએ પોતાની સાડીની કિનારને ફાડીને શ્રી કૃષ્ણની આંગળીએ બાંધી દિધી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેનું રક્ષણ કરવાનો નિર્ણય લીધો અને આજીવન તેને નીભાવતાં રહ્યાં.
6, અભિમન્યુને કુંતીએ તેને રણમોરચે જતાં પહેલાં રાખડી બાંધી હતી. સ્વજનોને રક્ષણ માટે માતાઓ, પત્નીઓ, ભગિનીઓએ રાખડી બાંધ્યાના પ્રસંગો પુરાણોમાં અનેક ઉપલબ્ધ છે.

આપ્યો અનમોલ બંધન અમનેપ્રભુ, તારો આભાર !
મુબારક હો સૌને , રક્ષાબંધનનો તહેવાર..

ભારત ભરમાં અનેક તહેવારો ઉજવાય છે. તેમાં ભાઈ અને બહેન માટે નો જો કોઈ પવિત્ર તહેવાર આવતો હોય તો રક્ષાબંધન અને ભાઈબીજ. હિન્દુ સંષ્કૃતિ માં રક્ષાબંધનનું મહત્વ અનેરું છે. રક્ષા-બંધન નો તહેવાર ભાઈબહેનના પ્રેમનો તહેવાર છે.

” બહેન માંગે ભાઈ નો પ્રેમ ..
નથી જોયતી મોંઘી વસ્તુ …
સબંધ અખંડ રહે સદીઓ સુધી …
મળે મારા ભાઈ ને અપાર ખુશીઓ” ….

હિંદુ સમાજમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે બધી જ બહેનો પોતાના ભાઇના કાંડે રાખડી બાંધી તેની સર્વ પ્રકારની રક્ષા માટે ભગવાનને પ્રાર્થનાકરે છે. બહેન જ્યારે ભાઇને રાખડી બાંધે છે ત્યારે તેના ભાલ પર ચાંદલો કરે છે.રાખડી બાંધ્યા બાદ ભાઈ ને મીઠું મોઢું કરાવે છે. ત્યાર બાદ ભાઈ પણ બહેન ને મીઠાઇ આપે છે. અને ભાઈ બહેન ને ભેટ પણ આપે છે. રાખડી એ માત્ર સૂતર નો દોરો નથી . એ તો શીલ અને સ્નેહ નું રક્ષણ કરતું તેમજ જીવનમાં સંયમની મહત્તા સમજાવતું એક પવિત્ર બંધન છે. આમ રક્ષાબંધન તહેવાર દ્વારા ભાઈ અને બહેન વચે ના સ્નેહ નું વર્ણન કરવા માં આવ્યું છે. ભાઈ ના હાથે રાખડી બાંધી ને બહેન માત્ર પોતાનું રક્ષણ નથી ઈછતી પરંતુ સમક્ષ સ્ત્રી સમાજ ને પોતાના ભાઈ તરફ થી આજીવન રક્ષણ મળે એવિ ભવ્ય ભાવના વ્યક્ત કરે છે. સાથે સાથે પોતાનો ભાઈ અંત: કરણ ના શત્રુ ઑ -કામ , ક્રોધ , લોભ ,મોહ પર વિજય મેળવે એવી આકાંક્ષા વ્યક્ત કરે છે. રક્ષાબંધન વખતે બહેન બંધન નું એટલે કે ધ્યેય નું રક્ષણ કરવાનું સૂચન કરે છે.આમ ભાઈ બહેન ને રક્ષા માટે બધુ આપવા ત્યાર થાય છે અને ભાઈ તેના પ્રતિક રૂપે બહેન ને ભેટ અને દક્ષિણા આપે છે.

આમ રક્ષાબંધન પર્વ દ્વારા ભાઈ અને બહેન ના હેત માં વધારો થાય છે . તેમજ
આયુષય , ધન અને સંપતિ માં પણ વધારો થાય છે.

રક્ષાબંધનઃ ભાઇ-બહેનના અમર પ્રેમનું પ્રતીક

ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના
બાંધ કે હમને રેશમ કી ડોરી, તુમ સે વો ઉમ્મીદ હૈ જોડી
નાજુક હૈ જો ફૂલ કે જૈસી, પર જીવન ભર જાયે ન તોડી
જાને યે સારા જમાના,
ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના……

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *