રામ છે રામ છે
By-Gujju25-04-2023
387 Views
રામ છે રામ છે
By Gujju25-04-2023
387 Views
રામ છે રામ છે રામ છે રે,
મારા હૃદયમાં વા’લો રામ છે!
આ રે મંદિરે મારી સાસુ ને સસરો,
સામે મંદિરિયે શ્યામ છે રે … મારા.
સાસુ જૂઠી ને મારી નણદી હઠીલી,
ન્હાનો દિયરિયો નકામ છે રે … મારા.
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ,
વચમાં ગોકુળિયું ગામ છે રે … મારા.
– મીરાંબાઈ