Sunday, 8 September, 2024

Ram express his love for Bharat

93 Views
Share :
Ram express his love for Bharat

Ram express his love for Bharat

93 Views

राम ने भरत के प्रति अपना स्नेह प्रकट किया  
 
प्रभु पद पदुम पराग दोहाई । सत्य सुकृत सुख सीवँ सुहाई ॥
सो करि कहउँ हिए अपने की । रुचि जागत सोवत सपने की ॥१॥
 
सहज सनेहँ स्वामि सेवकाई । स्वारथ छल फल चारि बिहाई ॥
अग्या सम न सुसाहिब सेवा । सो प्रसादु जन पावै देवा ॥२॥
 
अस कहि प्रेम बिबस भए भारी । पुलक सरीर बिलोचन बारी ॥
प्रभु पद कमल गहे अकुलाई । समउ सनेहु न सो कहि जाई ॥३॥
 
कृपासिंधु सनमानि सुबानी । बैठाए समीप गहि पानी ॥
भरत बिनय सुनि देखि सुभाऊ । सिथिल सनेहँ सभा रघुराऊ ॥४॥
 
(छंद)
रघुराउ सिथिल सनेहँ साधु समाज मुनि मिथिला धनी ।
मन महुँ सराहत भरत भायप भगति की महिमा घनी ॥
भरतहि प्रसंसत बिबुध बरषत सुमन मानस मलिन से ।
तुलसी बिकल सब लोग सुनि सकुचे निसागम नलिन से ॥
 
(सोरठा)
देखि दुखारी दीन दुहु समाज नर नारि सब ।
मघवा महा मलीन मुए मारि मंगल चहत ॥ ३०१ ॥
 
રામ ભરતને માટેનો પોતાનો પ્રેમ પ્રદર્શિત કરે છે
 
(દોહરો)
સત્ય સુકૃત સુખ અવધિશી પદરજ શ્રીપ્રભુની,
એના શપથ લઇ કહું ઇચ્છા મુજ મનની.
*
કપટ સ્વાર્થફળ ચાર તજી રહેવું સ્નેહે નાથ ભજી;
આજ્ઞાપાવન સેવા શ્રેષ્ઠ, પામે પ્રસાદ સેવક એ જ.
 
પ્રેમવિવશ ભરત વદ્યા એમ, પુલકિત તન લોચન સર જેમ;
પ્રભુપદકમળ ગ્રહ્યાં બની આર્ત; સ્નેહતણી કેમ કરું વાત ?
 
સુમધુર સ્વરે કરી સન્માન કર પકડી બેસાડયા પાસ;
સુણી ભરતનો સ્નેહસ્વભાવ પડયો બધા પર પરમપ્રભાવ.
 
(છંદ)
રઘુનાથ સાધુસમાજ મુનિ મિથિલેશ સ્નેહશિથિલ થયા,
મનમાં પ્રશંસા ભક્તિમહિમા ભાવની કરતા રહ્યા;
સુરમલિન મનથી સુમન વરસી ભરતને સ્તવતા ગયા,
સુણતાં વિકલ લોકો બન્યા રજની સમયના પદ્મશા.
 
(દોહરો)
દેખી દીન તથા દુઃખી ઉભય પક્ષ નરનાર
ઇન્દ્ર મલિન મન મારતાં મૃતને ચાહે સાર.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *