Ram Jova Hali Re Lyrics in Gujarati
By-Gujju25-04-2023

Ram Jova Hali Re Lyrics in Gujarati
By Gujju25-04-2023
રામ જોવા હાલી રે જીવન જોવા હાલી મારી ઓછી ઉંમર માં
સસરો આણે આવ્યા મારી ઓછી ઉંમર માં
સસરા ભેળી નહીં જાવ
સસરા ભેળી નહીં જાવ
સસરા ભેળી નહીં જાવ મારી ઓછી ઉંમર માં
મારી સાસુ સતાવે મને દયના દળાવે મારી મારી ઓછી ઉંમર માં
રામ જોવા હાલી રે જીવન જોવા હાલી મારી ઓછી ઉંમર માં
જેઠ આણે આવ્યા મારી ઓછી ઉંમર માં
જેઠ ભેળી નહીં જાવ
જેઠ ભેળી નહીં જાવ
જેઠ ભેળી નહીં જાવ મારી ઓછી ઉંમર માં
એને જેઠાણી ચડાવે મને વાસિંદા વળાવે મારી ઓછી ઉંમર માં
રામ જોવા હાલી રે જીવન જોવા હાલી મારી ઓછી ઉંમર માં
દિયર આણે આવ્યા મારી ઓછી ઉંમર માં
દિયર ભેળી નહીં જાવ
દિયર ભેળી નહીં જાવ
દિયર ભેળી નહીં જાવ મારી ઓછી ઉંમર માં
મને દેરાણી ડરાવે મુને પાણીડા ભરાવે મારી ઓછી ઉંમર માં
રામ જોવા હાલી રે જીવન જોવા હાલી મારી ઓછી ઉંમર માં
પરણ્યો આણે આવ્યા મારી પુરી ઉંમર માં
પરણ્યા હારે જાવ
પરણ્યા હારે જાવ
પરણ્યા હારે જાવ મારી પુરી ઉંમર માં
રામ જોવા હાલી રે જીવન જોવા હાલી મારી ઓછી ઉંમર માં