Sunday, 22 December, 2024

રામ રહીમ એક હૈ રે

346 Views
Share :
રામ રહીમ એક હૈ રે

રામ રહીમ એક હૈ રે

346 Views

રામ રહીમ એક હૈ રે (સ્વર – હરિઓમ શરણ)
MP3 Audio

રામ રહીમ એક હૈ રે, કાહે કરો લડાઈ,
વહ નિર્ગુનીયા અગમ અપારા, તીનો લોક સહાઈ… રામ

વેદ પઢંતે પંડિત હો ગયે, સત્ય નામ નહિં જાના,
કહે કબીરા ધ્યાન ભજનસે, પાયા પદ નિરવાના… રામ

એક હી માટી કી સબ કાયા, ઊંચ નીચ કો નાંહિ,
એક હી જ્યોત ભરે કબીરા, સબ ઘટ અંતરમાંહિ… રામ

યહી અનમોલક જીવન પાકે, સદગુરૂ શબદ ધ્યાવો,
કહેત કબીરા ફલક મેં સારી, એક અલખ દરશાવો… રામ

– સંત કબીર

આ પદમાં કબીર સાહેબ ભેદભાવોને દૂર કરીને ઈશ્વરનું સ્મરણ કરવાનું કહે છે. તેઓ કહે છે કે હિંદુઓ રામને માને છે, મુસ્લિમો રહીમને પૂજે છે પણ હકીકતમાં તો બંને એક છે તો પછી લડાઈ કરવાની શી જરૂર છે. કારણ જે પરમ તત્વ છે તે તો અગમ અને અપાર છે અને તે ત્રણે ભુવનમાં વ્યાપ્ત છે. એવી રીતે સાધનાપંથે જનારા લોકોમાંથી અમુક માત્ર જ્ઞાનમાર્ગનો મહિમા ગાય છે. તેઓ શાસ્ત્રોનો પાઠ કરીને પંડિત તો થયા છે, પણ સત્યને જાણ્યું નથી તેમને કબીર સાહેબ કહે છે કે ધ્યાન ભજન કરવાથી પણ નિર્વાણ મળે છે. એવી જ રીતે ઊંચનીચના ભેદ જોતાં લોકોને તેઓ કહે છે કે બધાનું શરીર તો પંચમહાભૂતમાંથી જ બનેલું છે, અને એમાં વસનાર આત્માની જ્યોતિ પણ એક જ છે તો પછી ભેદભાવ શા માટે ? આ અણમોલ માનવ જીવન મળ્યું છે તો સદગુરુએ આપેલ જ્ઞાનને જીવનમાં ઉતારી સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત એક ઈશ્વર કે અલખના દર્શન કરી લો.

English

Ram Rahim ek hai re, kahe karo ladai,
Vah nirguniya agam apara, tino lok sahai.

Ved padhante pandit ho gaye, satya naam nahi jana,
Kahe kabira dhyan bhajan se, paaya pad nirvana.

Ek hi mati ki sab kaya, unch nich kou nahi,
Ek hi jyot bhare kabira, sab ghat antar mahi.

Yahi anmolk jivan pake, sadgure sabad dhyavo,
Kahat kabira falak mein sari, ek alakh darsavo.

Hindi

राम रहीम एक है रे, काहे करो लडाई
वह निर्गुनीया अगम अपारा, तीनो लोक सहाई ।

वेद पढंते पंडित हो गये, सत्य नाम नहीं जाना,
कहे कबीरा ध्यान भजन से पाया पद निर्वाना ।

एक ही माटी की सब काया, उंच नीच कोऊ नांहि,
एक ही ज्योत भरे कबीरा, सब घट अंतरमांहि ।

यही अनमोलक जीवन पाके सदगुरु शबद ध्यावो,
कहत कबीरा फलक मे सारी एक अलख दरसावो ।

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *