रामराज्य का वर्णन
जब ते राम प्रताप खगेसा । उदित भयउ अति प्रबल दिनेसा ॥
पूरि प्रकास रहेउ तिहुँ लोका । बहुतेन्ह सुख बहुतन मन सोका ॥१॥
जिन्हहि सोक ते कहउँ बखानी । प्रथम अबिद्या निसा नसानी ॥
अघ उलूक जहँ तहाँ लुकाने । काम क्रोध कैरव सकुचाने ॥२॥
बिबिध कर्म गुन काल सुभाऊ । ए चकोर सुख लहहिं न काऊ ॥
मत्सर मान मोह मद चोरा । इन्ह कर हुनर न कवनिहुँ ओरा ॥३॥
धरम तड़ाग ग्यान बिग्याना । ए पंकज बिकसे बिधि नाना ॥
सुख संतोष बिराग बिबेका । बिगत सोक ए कोक अनेका ॥४॥
(दोहा)
यह प्रताप रबि जाकें उर जब करइ प्रकास ।
पछिले बाढ़हिं प्रथम जे कहे ते पावहिं नास ॥ ३१ ॥
રામરાજ્યનું વર્ણન
ભાસ્કર રામપ્રતાપતણો ઉદિત જ્યારથી પ્રબળ થયો,
પ્રકાશ પ્રગટ થયો ત્રણ લોક પામ્યા સુખ તો કોઈ શોક.
શોક રહ્યો ત્યાં કેમ ફરી, પ્રથમ અવિદ્યાનિશા ટળી,
છુપાયાં અઘ-ઘુવડ બધે, કામક્રોધ ના રહ્યાં કશે.
વિવિધ કર્મ ગુણકાળ સ્વભાવ ચકોર પામ્યાં સુખ ન જરાય;
મત્સર માન મોહ મદચોર કરી રહ્યા ક્યાંયે ના શોર.
ધર્મતડાગ જ્ઞાનવિજ્ઞાન પંકજ પ્રગટયાં બહુ રસપ્રાણ;
સુખસંતોષ વિરાગ વિવેક થયા શોકવિણ કોક અનેક.
(દોહરો)
ભાસ્કર રામપ્રતાપનો ઉરમાં કરે પ્રકાશ,
વધે પછીનાં પ્રથમનાં ત્યારે પામે નાશ.