श्रीराम महाराजा जनक को विदाय देते है
सानुज राम नृपहि सिर नाई । कीन्हि बहुत बिधि बिनय बड़ाई ॥
देव दया बस बड़ दुखु पायउ । सहित समाज काननहिं आयउ ॥१॥
पुर पगु धारिअ देइ असीसा । कीन्ह धीर धरि गवनु महीसा ॥
मुनि महिदेव साधु सनमाने । बिदा किए हरि हर सम जाने ॥२॥
सासु समीप गए दोउ भाई । फिरे बंदि पग आसिष पाई ॥
कौसिक बामदेव जाबाली । पुरजन परिजन सचिव सुचाली ॥३॥
जथा जोगु करि बिनय प्रनामा । बिदा किए सब सानुज रामा ॥
नारि पुरुष लघु मध्य बड़ेरे । सब सनमानि कृपानिधि फेरे ॥४॥
(दोहा)
भरत मातु पद बंदि प्रभु सुचि सनेहँ मिलि भेंटि ।
बिदा कीन्ह सजि पालकी सकुच सोच सब मेटि ॥ ३१९ ॥
રામ જનકને વિદાય આપે છે
(દોહરો)
સાનુજ રામ જનકને નમ્યા, વદ્યા વિનયથી કરતાં દયા
અતિશય દુઃખને પામ્યા આપ, આવ્યા છો વનમાં નિષ્પાપ.
નગર પધારો આશિષ દઇ; ગયા જનક સુણી ધીરજ ધરી;
મુનિ દ્વિજ સાધુતણું સન્માન કર્યું ગણી શિવ વિષ્ણુ સમાન.
સાધુ સમીપ જઇ બે ભ્રાત પ્રણમી પામ્યા આશીર્વાદ;
કૌશિક વામદેવ જાબાલ પુરજન પરિજન સચિવ સુચાલ
કરી વિનય સમુચિત સુપ્રણામ વિદાય આપી સાનુજ રામ
નરનારી લઘુ મધ્યમહાન કરી રહ્યા સહુનું સન્માન.
(દોહરો)
ભરત માતપદ પ્રભુ નમી ભેટી નિર્મળ ભાવ,
હરી શોક સંકોચ, સજી શિબિકા, કરી વિદાય.