Ram Tame Sitaji Ni Tole Gujrati Lyrics
By-Gujju31-05-2023

Ram Tame Sitaji Ni Tole Gujrati Lyrics
By Gujju31-05-2023
દયાનાં સાગર થઈને, કૃપા રે નિધાન થઈને
છો ને ભગવાન કેવરાવો
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવોસોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે
ફૂલ ને ચંદનથી છો પૂજાઓ
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવોકાચા રે કાન તમે, ક્યાં ના ભગવાન તમે
અગ્નિપરીક્ષા કોની કીધી?
તારો પડછાયો થઈ જેણે
વગડો રે વેઠ્યો એને લોકોની વાતે ત્યાગી દીધી
પતિ થઈ ને પત્નીને પરખતાં ન આવડી
છો ને ઘટ-ઘટનાં જ્ઞાતા થઈ ફૂલાઓ
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો
તમથીયે પહેલાં અશોકવનમાં
સીતાજીએ રાવણને હરાવ્યો
દૈત્યોનાં બીચમાં નિરાધાર નારી તોયે
દશમંથાવાળો ત્યાં ના ફાવ્યો
મરેલા ને માર્યો તેમાં કર્યું શું પરાક્રમ
અમથો વિજયનો લૂટોં લ્હાવો
મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો
મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો.