Sunday, 22 December, 2024

Ramdevpir Ni Aarti Lyrics in Gujarati

2363 Views
Share :
Ramdevpir Ni Aarti Lyrics in Gujarati

Ramdevpir Ni Aarti Lyrics in Gujarati

2363 Views

રામા તમારા દેવળે ચડે ગૂગળ ના ધૂપ,
નર ને નારી તમને નમનુ કરે તને નમે મોટા ભૂપ

પશ્ચિમ ધરામા મારા પીરજી પ્રગટ્યા
પશ્ચિમ ધરાસુ મારા પીરજી પધાર્યા
અજમલ ઘરે અવતાર લિયો
અજમલ ઘેર અવતાર લિયો
લાસાને સગુણા ઉતારે પીરની આરતી

એ હરજી રે ભાથી ચમર ઢોળે
એવા ચમર ઢોળે
વૈકુંઠમે બાબા હોવે રે તારી આરતી
લાસાને સગુણા ઉતારે પીરની આરતી

હો ઢોલ નગારાને વીણા ઝંતર વાગે
હે ઝાલર નો ઝલકાર પડે  ઝલકાર પડે
ઝલકાર પડે
લાસાને સગુણા ઉતારે પીરની આરતી

હો દૂર દૂર દેશથી આવે તોળી જાત્રા
હે દેવળ આગળ નમન કરે
એતો નમન કરે
લાસાને સગુણા ઉતારે પીરની આરતી

હો વેરત મિઠાયુને ચડે ચકચૂરમાં
ગૂગળનો ઘમરોળ ઉડે
ઘમરોળ ઉડે
લાસાને સગુણા ઉતારે પીરની આરતી

હો ગંગા ને જમના વહે રે સરસ્વતી
હે રામદેવ બાબા ત્યાં સ્નાન કરે
ત્યાં સ્નાન કરે
લાસાને સગુણા ઉતારે પીરની આરતી

હે હરિના ચરણે ભાથિ હરજી રે બોલ્યા
હે નવખંડમાં તારા નેજા ફરકે
તારા નેજા ફરકે
લાસાને સગુણા ઉતારે પીરની આરતી

હરજી ભાથી ચમર ઢોળે રૂડા ચમર ઢોળે
વૈકુંઠમે બાબા હોવેરે તારી આરતી
લાસાને સગુણા ઉતારે પીરની આરતી
હો લાસાને સગુણા ઉતારે પીરની આરતી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *