Friday, 26 July, 2024

Ram’s sermon

95 Views
Share :
Ram’s sermon

Ram’s sermon

95 Views

श्रीराम वचनामृत
 
एक बार रघुनाथ बोलाए । गुर द्विज पुरबासी सब आए ॥
बैठे गुर मुनि अरु द्विज सज्जन । बोले बचन भगत भव भंजन ॥१॥
 
सनहु सकल पुरजन मम बानी । कहउँ न कछु ममता उर आनी ॥
नहिं अनीति नहिं कछु प्रभुताई । सुनहु करहु जो तुम्हहि सोहाई ॥२॥
 
सोइ सेवक प्रियतम मम सोई । मम अनुसासन मानै जोई ॥
जौं अनीति कछु भाषौं भाई । तौं मोहि बरजहु भय बिसराई ॥३॥
 
बड़ें भाग मानुष तनु पावा । सुर दुर्लभ सब ग्रंथिन्ह गावा ॥
साधन धाम मोच्छ कर द्वारा । पाइ न जेहिं परलोक सँवारा ॥४॥
 
(दोहा)
सो परत्र दुख पावइ सिर धुनि धुनि पछिताइ ।
कालहि कर्महि ईस्वरहि मिथ्या दोष लगाइ ॥ ४३ ॥
 
શ્રીરામના બોધવચનો
 
એક વાર શ્રીરામે બોલાવ્યા, ગુરુ વિપ્ર ને પુરવાસી આવ્યા;
બોલ્યા ભક્ત ભવભંજન ત્યારે, સુણો વચનોને મારાં પ્યારે.
 
લાવી મમતા ઉરે નવ બોલું, નીતિ છોડીને હૈયું ના ખોલું;
નથી પ્રભુતા અહંતા ના કાંઈ, વર્તો યોગ્ય માનો તેમ ભાઈ !
 
તે જ સેવક મુજ અતિપ્યારો માને આદેશ પૂર્ણ જે મારો;
મારાં વચનો અયોગ્ય જણાય સુણો સંકોચે તો ના જરાય.
 
મહાભાગ્યે માનુષ તન મળિયું સુરદુર્લભ ગ્રંથોએ ગણિયું;
ધામ સાધનનું મોક્ષદ્વાર, કર્યો પરલોકનો ના સુધાર.
 
(દોહરો)
તે પરત્ર દુ:ખ પામતાં શિર કૂટી પસ્તાય;
કાળકર્મ ને ઈશને દોષ ધરે નિરુપાય.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *