Sunday, 22 December, 2024

Ran Ma Khilve Phool Lyrics in Gujarati

133 Views
Share :
Ran Ma Khilve Phool Lyrics in Gujarati

Ran Ma Khilve Phool Lyrics in Gujarati

133 Views

હે આભના ઓઢામણ હે ધરતીના પાથરણા
હે આભના ઓઢામણ ધરતીના પાથરણા
જેનું નથી જગમાં કોઈ આશરા માડી તણા
જ્યાં ઉડે છે એકલી ધુળ માતા મારી રણ માં ખીલવે ફૂલ
જ્યાં ઉડે છે એકલી ધુળ માતા મારી રણ માં ખીલવે ફૂલ
માતા મારી રણ માં ખીલવે ફૂલ

હો રણની રેતી દરિયાનું મોતી
એના દસ્તાવેજ તારા હાથમાં
હો ખોયેલું ખોળતી ઓરતા ઓળખતી
કરમ ના તાતણ માં તારા હાથમાં
ધરમ ના કાગળ માં તારા હાથમાં
હો સુખની શિખામણ ભરોહાની ભલામણ
દુઃખના પગમાં વાળી તે દામણ
ના ચુકવા પડે કોઈ મુલ માતા મારી રણ માં ખીલવે ફૂલ
ના ચુકવા પડે કોઈ મુલ માતા મારી રણ માં ખીલવે ફૂલ
માતા મારી રણ માં ખીલવે ફૂલ

હો મનમાં ધારો આભનો તારો
ખોળામાં આપે ખેલવાને માં
હો ભાવ હોઈ હારો ફૂલનો ભારો
માથે ઉપાડી આવે મેલવાને માં
માથે ઉપાડી આવે મેલવાને માં
હો શેર માટીની ખોટ હોઈ ભરતી નહીં ઓટ હોઈ
દેવની ડેલીયે મારેલી જો દટ હોઈ
એનું ઉજળું કરીદે કુળ માતા મારી રણ માં ખીલવે ફૂલ
હો એનું ઉજળું કરી નાખે કુળ માતા મારી રણ માં ખીલવે ફૂલ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *